SURAT

મિલો બંધ થાય એ દિવસથી વિવર્સ 15 થી 20 દિવસનું દિવાળી વેકેશન પાળશે

સુરત: જરી ઉદ્યોગ (Jari industry) પછી નાયલોન વિવર્સ એસોસિએશને પણ દિવાળી વેકેશન (Diwali vacation) 10 દિવસથી એક સપ્તાહ વહેલું રાખવા જાહેરાત કરી છે. બીજી તરફ સુરતની કાપડ મિલો (Textile mills) પાસે પણ જોબવર્કનું કામ ખુબ ઓછું રહ્યું હોવાથી 14 ઓક્ટોબરે સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિએશનના પ્રમુખ જીતેન્દ્ર વખારીયાએ મિલ માલિકોની વેકેશન રાખવા સહિતના મુદ્દે બેઠક બોલાવતા વિવર્સ અને ટ્રેડર્સ સંગઠનો પણ સજાગ થયાં છે.સુરત વિવર્સ એસોસિએશનના પ્રમુખ વિજય માંગુકિયાએ મિલો બંધ રાખવાનો નિર્ણય લેવાય તે દિવસથી વિવર્સ 15 થી 20 દિવસનું વેકેશન રાખે એવું વલણ અપનાવ્યું છે. વેપારી, યાર્ન ડીલર અને પ્રોસેસર્સ સંકલન કરી એક સરખું વેકેશન રાખે તો ઉદ્યોગને રાહત મળી શકે છે. વિજય માંગુકિયાએ જણાવ્યું હતું કે એવી માહિતી મળી છે કે, 15 થી 20 દિવસ સુધી પ્રોસેસિંગ મિલો બંધ રહેવાની છે, સાથે સાથે બજારની નબળી સ્થિતિ જોતાં વેપારીઓ પણ કાપડ ખરીદી કરવાના નથી.

ઓવર પ્રોડક્શનના કારણે ગ્રે-કાપડમાં પોષણક્ષમ ભાવ મળતા નથી
ઓવર પ્રોડક્શનના કારણે ગ્રે-કાપડમાં પોષણક્ષમ ભાવ મળતા નથી, યાર્ન રોકડેથી ખરીદવાનું હોય છે અને ગ્રે-કાપડ ઉધાર વેચવાનો વારો આવે છે તેથી વેપારીઓના દબાણમાં આવીને ગ્રે-કાપડ ભાવ ઉત્પાદકને બદલે ખરીદનાર નક્કી કરીને કાપડ સસ્તુ ખરીદે છે. વિવારોએ રોકાણનો હિસાબ કરવો જોઈએ, બિલ્ડીંગ-મકાનનું ભાડું ગણવું, મશીનનો ધસારો મુકવો જોઇએ, વાર્ષિક બેલેન્સ શીટ જોવી જોઈએ. કોરોનામાં 2 મહિના કારખાના બંધ રહ્યાં પછી 50 ટકા ઉત્પાદનમાં વિવર્સને વેપારમાં લાભ થયો હતો. એ સ્થિતિમાં ઉદ્યોગે 15 થી 20 દિવસનું એક સરખું વેકેશન રાખવું જોઈએ જેથી ફુગાવો દૂર થાય.

કોરોના કાળમાં ઇન્ડસ્ટ્રી અને સંસ્થાઓની મદદથી માઈગ્રન્ટ લેબરને સાચવી શકાયા : બંછાનિધિ પાની
સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સમૃદ્ધિ બિલ્ડિંગ, નાનપુરા, સુરત ખાતે સુરત શહેરના નવ નિયુક્ત મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલનો આવકાર સમારોહ અને બંછાનિધિ પાનીના વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીની કામગીરીને બિરદાવી તેઓને સન્માન પત્ર આપવામાં આવ્યું હતું. સાથે જ સુરતના નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલને આવકારી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

સુરતમાં માઈગ્રન્ટ લેબરના ઘણા પ્રશ્નો હતા
બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકાની ફાયર ટીમ વન ઓફ ધ બેસ્ટ છે અને એની સર્વિસ ઘણી સારી છે. ગુજરાતમાં કોરોના સૌપ્રથમ સુરતમાં આવ્યો હતો ત્યારે એસએમસીના કર્મચારીઓએ સૌથી સારી કામગીરી કરી હતી. તે સમયે સુરતમાં માઈગ્રન્ટ લેબરના ઘણા પ્રશ્નો હતા. ઇન્ડસ્ટ્રી અને સુરતની સેવાભાવી સંસ્થાઓની મદદથી તેઓને 68 દિવસ સુધી સાચવી શક્યા હતા. આશરે 18 કરોડ ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. અઢી લાખ રોટલી રોજ મહિલાઓ બનાવી આપતી હતી. કોરોના હળવો થતા 750 સ્પેશિયલ ટ્રેનો મારફત તેઓને વતન મોકલવામાં આવ્યા હતા. સુરતના લોકો બીજાની સંભાળ લેવા માટે ઝઝૂમ્યા હતા. આવું માત્ર સુરત શહેર જ કરી શકે છે. કોરોના કાળમાં ભારતમાં એકમાત્ર સુરતમાં જ ઇન્ડસ્ટ્રી ચાલતી હતી અને પ્રોડક્શન થતું હતું.

Most Popular

To Top