Dakshin Gujarat

સેલવાસમાં ટેન્કર ચાલકે રસ્તા પર બેઠેલી 6 ગાયને અડફેટે લેતા 4ના મોત

સેલવાસ-દમણ : સંઘપ્રદેશ સેલવાસમાં (Selvas) એક ટેન્કર (Tanker) ચાલકે બેફામ રીતે ટ્રકને રસ્તા પર હંકારતાં રસ્તા પર બેઠેલી 6 ગાયને (cow) અડફેટે લેતા 4 ગાયના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે 2 ગાય ગંભીર રૂપથી ઈજાગ્રસ્ત થવા પામી હતી.શનિવારનાં રોજ મોડી રાત્રે ટેન્કર ટ્રકનો ચાલક નંદલાલ યાદવ ટેન્કરને સેલવાસથી ભીલાડ તરફ પૂરપાટ ઝડપે લઈ જઈ રહ્યો હતો. એ દરમ્યાન નરોલી ચેકપોસ્ટ પાસે આવેલા પુષ્પક બાર પાસે 6 ગાયનું ઝૂંડ રસ્તા પર બેઠું હતું. ઝડપભેર આવી રહેલા ટેન્કરના ચાલકે રસ્તા પર બેઠેલી ગાયને અડફેટે લેતા 6 પૈકી 4 ગાયનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે 2 ગાય ગંભીર રૂપથી ઈજાગ્રસ્ત થવા પામી હતી.

પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી
ઘટનાને પગલે લોકટોળું ઉમટી પડ્યું હતું. ટ્રક ચાલકને ઘેરી વળ્યા હતા. બનાવની જાણ સેલવાસ પોલીસને થતાં પોલીસે સ્થળ પર પહોંચી ટ્રક ચાલકની ધરપકડ કરી ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે રખડતાં અને રસ્તા પર આમથી તેમ વિચરતા ઢોરો મામલે સેલવાસ પ્રશાસન ગંભીરતા દાખવી આવા ઢોરોને ગૌશાળામાં રાખવાની વ્યવસ્થા કરવાની સાથે પશુ માલિકો સામે પણ દંડાત્મક કાર્યવાહી કરે એ હવે જરૂરી બન્યું છે.

પોલીસે બે આરોપીને દબોચી લીધા હતા
ઉમરગામ : ઉમરગામના સંજાણમાં એક મકાનમાંથી કતલ કરાયેલા ગૌ વંશનું માસ મળતા ચકચાર મચી જવા પામી છે. ડેમાં પોલીસે બે આરોપીને દબોચી લીધા હતા. જ્યારે સાત જણા નાસી ગયા હતાં. કતલ માટે બાંધી રખાયેલા એક ગાય વાછરડા અને બે બળદને બચાવાયા હતા.ઉમરગામ પોલીસ મથકના પીઆઇ આર.કે. રાઠવાને મળેલી બાતમીના આધારે તેમના માર્ગદર્શન હેઠળ ઉમરગામ પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ સંજાણ બંદર નારગોલ રોડ ગુજરાતી સ્કૂલની પાસે મહમદ ઈકબાલ રસુલ શેખને ત્યાં મકાનમાં રેડ કરી હતી અને પશુનુ તાજુ કટીંગ કરેલું માંસ ચાર કોથળામાં ભરેલું હોય અને એક તગારામાં તથા એક પ્લાસ્ટિકના કેરેટમાં પગ અને માથું ભરેલું હતું.

નાના-મોટા છરા, ચપ્પા, વજન કાંટો પણ પોલીસને મળી આવ્યો
તે કુલ ૧૮૦ કિલોગ્રામ માસ સંતાડી રાખેલું હતુ. ઉપરાંત એક પ્લાસ્ટિકની કોથળીમાં નાના-મોટા છરા, ચપ્પા, વજન કાંટો પણ પોલીસને મળી આવ્યો હતો. સ્થળ ઉપરથી પોલીસે મહમદ ઈકબાલ રસુલ શેખ તથા મહમદ જૈદ બસીર શેખને પકડી પાડ્યા હતા. જ્યારે ઉમેર ઉર્ફે અમ્મુ રહેમતઅલી સૈયદ, સમીર શેખ, સોહેલ પઠાણ, મહમદ આમિર ઈકબાલ શેખ (રહે સંજાણ), જાબીર જાકીર રહેમાન, બસીર રસુલ શેખ (રહે સંજાણ બંદર) તથા ઉમેશ બંગાલી અબ્દુલ અજીજ શેખ (રહે સંજાણ બંદર) નાસી ગયા હતા.

Most Popular

To Top