Dakshin Gujarat

સંજાણના મકાનમાંથી કતલ કરાયેલા ગૌ વંશનું માસ મળતા ચકચાર

ઉમરગામ : ઉમરગામના (Umargam) માં એક મકાનમાંથી કતલ કરાયેલા ગૌ વંશનું માસ (Cow Beaff) મળતા ચકચાર મચી જવા પામી છે. ડેમાં પોલીસે (Police) બે આરોપીને દબોચી લીધા હતા. જ્યારે સાત જણા નાસી ગયા હતાં. કતલ માટે બાંધી રખાયેલા એક ગાય વાછરડા અને બે બળદને બચાવાયા હતા.ઉમરગામ પોલીસ મથકના પીઆઇ આર.કે. રાઠવાને મળેલી બાતમીના આધારે તેમના માર્ગદર્શન હેઠળ ઉમરગામ પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ સંજાણ બંદર નારગોલ રોડ ગુજરાતી સ્કૂલની પાસે મહમદ ઈકબાલ રસુલ શેખને ત્યાં મકાનમાં રેડ કરી હતી અને પશુનુ તાજુ કટીંગ કરેલું માંસ ચાર કોથળામાં ભરેલું હોય અને એક તગારામાં તથા એક પ્લાસ્ટિકના કેરેટમાં પગ અને માથું ભરેલું હતું.

૧૮૦ કિલોગ્રામ માસ સંતાડી રાખેલું હતુ
તે કુલ ૧૮૦ કિલોગ્રામ માસ સંતાડી રાખેલું હતુ. ઉપરાંત એક પ્લાસ્ટિકની કોથળીમાં નાના-મોટા છરા, ચપ્પા, વજન કાંટો પણ પોલીસને મળી આવ્યો હતો. સ્થળ ઉપરથી પોલીસે મહમદ ઈકબાલ રસુલ શેખ (રહે સંજાણ બંદર નારગોલ રોડ) તથા મહમદ જૈદ બસીર શેખને પકડી પાડ્યા હતા. જ્યારે ઉમેર ઉર્ફે અમ્મુ રહેમતઅલી સૈયદ, સમીર શેખ, સોહેલ પઠાણ, મહમદ આમિર ઈકબાલ શેખ (રહે સંજાણ), જાબીર જાકીર રહેમાન, બસીર રસુલ શેખ તથા ઉમેશ બંગાલી અબ્દુલ અજીજ શેખ (રહે સંજાણ બંદર) નાસી ગયા હતા.

બે બળદને કતલ કરવાના ઇરાદે બાંધી રાખેલા હતા
આ જગ્યાએથી ૩૦૦ ફૂટના અંતરે ખાડીની બાજુમાં અવાવરું જગ્યાએ ગાય વાછરડા સાથે બે બળદને ક્રૂરતા પૂર્વક ઘાસચારા વગર કતલ કરવાના ઇરાદે બાંધી રાખેલા હતા. જેને પોલીસે છોડાવી જીવ બચાવી લીધા હતા. પોલીસે એક બાઇક, એકટીવા મળી કુલ રૂપિયા ૧૭૪૦૦૦ મુદ્દામાલ કબજે કર્યો હતો અને ગુનો નોંધી વધુ તપાસ ઉમરગામ પોલીસે હાથ ધરી છે.

Most Popular

To Top