National

મુંબઇ-પુણે એક્સપ્રેસ હાઇવે ગંભીર માર્ગ અકસ્માત, પાંચ લોકોનાં મોત

મુંબઇ-પુણે એક્સપ્રેસ હાઇવે (Mumbai-Pune expressway) પર માર્ગ અકસ્માતમાં (road accident) પાંચ લોકોનાં મોત અને પાંચને ઇજાઓ થઈ છે. ખોપોલી વિસ્તાર નજીક મુંબઈ-પુણે એક્સપ્રેસ હાઇવે પર મોડી રાત્રે આ માર્ગ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઘાયલ પાંચેય લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મંગળવારે રાત્રે 1:30 વાગ્યે ખલાપુર ટોલ પ્લાઝા પાસે બેથી વધુ વાહનોની ટક્કરને કારણે મુંબઇ તરફના રસ્તા ઉપર આ અકસ્માત થયો હતો.

મૃતકોમાં નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (Navi Mumbai Municipal Corporation -NMMC) ના વેટરનરી મેડિકલ ઓફિસર ડો. વૈભવ ઝુનઝારે- 41 વર્ષ, તેની માતા ઉષા ઝુનઝારે- 63 વર્ષ, પત્ની વૈશાલી ઝુંઝહરે, અને તેમની સગીર પુત્રીનો સમાવેશ થાય છે. તેમના 11 વર્ષના પુત્રને પણ ઈજાઓ પહોંચી હતી. ઝુનઝારે પરિવાર ઉપરાંત 48 વર્ષીય મંજુ નાહરનું પણ આ અકસ્માતમાં મોત થયું હતું પરંતુ તે કયા વાહનમાં મુસાફરી કરી રહ્યા હતા તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. પોલીસે જણાવ્યું કે ડૉક્ટર ઝુનઝારે થોડા દિવસો પહેલા તેમના પરિવાર સાથે સોલાપુર પોતાના વતન ગયા હતા. તેઓ તેમના ખાનગી વાહનમાં નવી મુંબઇ પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતુ કે, “અકસ્માતનું ચોક્કસ કારણ હજી સ્પષ્ટ થયું નથી. પાઇલ-અપમાં એક ટ્રેલર, એક ટ્રક અને ત્રણ કાર હતી. ચાર લોકોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે એકનું પાછળથી હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. ઈજાગ્રસ્ત થયેલા લોકોને પનવેલ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.”. રાયગઢ જિલ્લાના ખોપોલી પોલીસ સ્ટેશનમાં (Khopoli police station, Raigad district) ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવશે.

મળતી માહિતી મુજબ બ્રેક ફેલિયરના કારણે એક ઝડપી ટ્રક ચાલકે પોતાનું નિયંત્રણ ગુમાવી દીધા બાદ આ ગંભીર અકસ્માત થયો હતો.પહેલા વાહન ટેમ્પોને ટકરાયું હતું જે પલટી ગયો હતો અને બંને લેનની વચ્ચે ખોદેલા રસ્તામાં પલટી ગયો હતો. પાછળથી ટ્રકે બીજી બે કારને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં વાહનોને ગંભીર રીતે નુકસાન પહોંચ્યું હતું. હાલમાં વાહનને હટાવવાના પ્રયાસો ચાલુ છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top