Vadodara

બાયડ તા. પંચાયતની લીંબ અને બોરોલ બેઠક પર ભાજપ બિનહરીફ

  મોડાસા: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જંગ પહેલા ભાજપનો ભગવો અરવલ્લી જીલ્લામાં લહેરાયો હતો બાયડ તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ અને ઉમેદવારની ભૂલ થી લીંબ અને બોરોલ બેઠક પર કમળ ખીલી  ઉઠ્યું હતું.

 બાયડ તાલુકા પંચાયત ૨૪ બેઠકોમાંથી બે બેઠકો પર ચૂંટણીના જંગ જામે તે પહેલા જ ભગવો લહેરાતા ભાજપ ગેલમાં આવી ગયું હતું બીજીબાજુ કોંગ્રેસને સાપ સૂંઘી ગયો હોય તેવી સ્થીતી જોવા મળી હતી.

ભાજપના બિનહરીફ થયેલા બંને ઉમેદવારો અને ટેકેદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો ચૂંટણી પહેલાં જ ભાજપે ખાતુ ખોલ્યુ છે. બિનહરીફ બેઠકોને લીધ સ્થાનીક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ માટે સારા સંકેતો હોવોના ભાજપના નેતાઓ દાવો કરી રહ્યાં છે. અરવલ્લી જીલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલ અને બાયડ સંગઠને ફુલહાર પહેરાવી બંને ઉમેદવારોને અભીનંદન આપ્યા હતા.

સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ફોર્મ ભરાયા બાદ સોમવારે ફોર્મ ચકાસણી યોજાઈ હતી જેમાં બાયડ તાલુકાની લીંબ અને બેરોલ બેઠક પર કોંગ્રેસની ઘોર બેદરકારીના પગલે બંને બેઠક બિનહરીફ જાહેર થઇ હતી જેમાં જેમાં કોંગ્રેસે આપેલ મેન્ડેટમાં રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતીની જગ્યાએ રાષ્ટ્રીય સમિતી અને અને ઉમેદવારની સહીમાં ભૂલ હોવાથી ફોર્મ ચકાસણીમાં બંને બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારના ફોર્મ રદ થતા ચૂંટણી પહેલા જ બે બેઠકો ગુમાવવાનો વારો આવ્યો હતો.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top