Dakshin Gujarat

દીકરાની યુવાન પત્નીને ઘરમાં એકલી જોઈ સસરાએ કરી આવી હરકત, ઝઘડીયાની શરમજનક ઘટના

ભરૂચ: કળિયુગમાં સંબંધોમાં શરમ, માન કશું જ રહ્યું નથી. ભરૂચના ઝઘડિયા તાલુકાના એક ગામમાં ખૂબ જ શરમજનક ઘટના બની છે. દીકરો કામ પર જાય ત્યાર બાદ ઘરમાં એકલી રહેતી પુત્રવધુ પર સસરાએ જ દાનત બગાડી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. બેશરમ હવસખોર સસરો એ હદે નફ્ફટ બન્યો હતો કે તે પુત્રવધુ પાસે જ અઘતિટ માંગણી કરતો હતો.

ભરૂચના ઝઘડિયા તાલુકાના એક ગામમાં શરમજનક ઘટના બની હતી. અહીં દીકરાની યુવાન પત્ની ઘરમાં એકલી હતી ત્યારે વાસનાલોલુપ સસરાએ તેની પર દાનત બગાડી હતી અને અઘટિત માંગણીઓ કરી હતી. સસરો અવારનવાર આવી હરકતો કરતા હોઈ આખરે કંટાળી જઈને પુત્રવધુએ અભયમની ટીમને ફોન કરી દીધો હતો. અભયમની ટીમે ગામમાં પહોંચી જઈ સસરાને બરોબરનો પાઠ શીખવાડ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર ઝઘડિયા તાલુકાનું એક ગામમાંથી પુત્રવધુનો 181 મહિલા હેલ્પ લાઈનમાં ફોન આવ્યો અને કહ્યું કે હું ઘરમાં એકલી છું અને મારા સસરા અઘટિત માંગણી કરીને હેરાન પરેશાન કરી રહ્યા છે. જેનાથી કંટાળી ગઈ છું. પુત્રવધુની વેદના જાણીને અભયમ રેસ્કયુ ટીમ ભરૂચથી ગામે પહોચી ગઈ હતી અને સસરાની ચુંગાલમાંથી પુત્રવધુને બચાવી હતી.

ગામમાં જતાની સાથે જ પુત્રવધુના ઘરમાં આખી વાત ફરીથી રજુ કરી હતી. પીડિત મહિલાને સાંભળી અભયમ ટીમે ચિંતા નહીં કરવા આશ્વસન આપ્યું હતું અને પુત્રવધુની સામે જ સસરાને ખખડાવ્યો હતો. જો તે સુધરશે નહીં તો પોલીસ કાર્યવાહીની ધમકી આપી હતી, જેના પગલે સસરો ગભરાઈ ગયો હતો અને ઢીલો પડ્યો હતો. પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી અને માફ કરી દેવા વિનંતી કરી હતી. આ સાથે જ ભવિષ્યમાં આવી હરકત નહીં કરે તેની ખાતરી પણ આપી હતી.

સમગ્ર ઘટના બહાર આવતા ગામના આગેવાનો પણ ભેગા થઈ ગયા હતા અને વાસનાલોલુપ સસરાને ઠપકો આપીને આવી હરકત નહી કરે એવી લેખિતમાં ખાત્રી લીધી હતી. જેને લઈને આખી ઘટનાનું સમાધાન થયું ગયું હતું. ઉલ્લેખનીય એ છે કે મહિલાના સેફ્ટી માટે દરેક જિલ્લામાં અભયમની ટીમ ખડેપગે કામ કરી રહી છે. છે.

Most Popular

To Top