National

કેમ્બ્રિજમાં રાહુલ ગાંધીએ પીએમ મોદીના કર્યા વખાણ, સરકારની આ બે નીતિઓને ગણાવી સારી

નવી દિલ્હી: કોંગ્રેસ (Congress) સાંસદ રાહુલ ગાંધીને (Rahul Gandhi) તમે વડાપ્રધાન મોદીના (PM Modi) વખાણ કરતા કદાચ જ જોયા હશે. અવારનવાર વિપક્ષ નેતા અનેક મંચો પરથી મોદી સરકાર પર પ્રહાર કરતા જોવા મળ્યા છે. પરંતુ યુકેની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં (Cambridge University) સંબોધન દરમિયાન તેમણે પીએમ મોદીના વખાણ કર્યા હતા. તેમણે મોદી સરકારની બે નીતિઓની પ્રશંસા કરી હતી. વિદ્યાર્થીઓને સંબોધતા તેમણે કહ્યું કે મોદી સરકારમાં મહિલાઓ માટે લાવવામાં આવેલી ઉજ્જવલા યોજના અને લોકોના બેંક ખાતા ખોલવા એ એક સારું પગલું છે.

  • વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીના વખાણ કર્યા
  • રાહુલ ગાંધીએ બ્રિટનની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં પીએમ મોદીની નીતિઓની પ્રશંસા કરી
  • રાહુલે કહ્યું- ઉજ્જવલા સ્કીમ અને બેંક એકાઉન્ટ ખોલાવવા એ એક સારી પહેલ

રાહુલે પીએમ મોદીની આ બે નીતિઓની પ્રશંસા કરી
રાહુલ ગાંધી બ્રિટનની પ્રતિષ્ઠિત કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમને પૂછવામાં આવ્યું કે શું તમે મોદી સરકારની એવી નીતિઓ વિશે જણાવી શકો છો જે ભારતના હિતમાં છે. આ પ્રશ્નનો જવાબ આપતા રાહુલે કહ્યું કે મને લાગે છે કે મહિલાઓ માટે મફત સિલિન્ડર આપવા અને બેંક ખાતા ખોલવા માટેની ઉજ્જવલા યોજના સારા પગલા છે. જોકે, તેમણે એમ પણ કહ્યું કે પીએમ મોદી ભારત પર એવો વિચાર લાદી રહ્યા છે જેને કોઈ સ્વીકારશે નહીં. જો તમે લોકો પર કોઈ વિચાર લાદશો તો પ્રતિક્રિયા થશે.

કેમ્બ્રિજમાં રાહુલ ગાંધીએ કહ્યું- ભારતમાં લોકશાહી ખતરામાં છે, મારી સામે કેસ થયા છે
મોદી સરકારની બે નીતિઓ સિવાય રાહુલ ગાંધીએ પણ અનેક મુદ્દાઓ પર સરકારની ટીકા કરી છે. કેમ્બ્રિજમાં બોલતા રાહુલે કહ્યું કે ભારતની લોકશાહી ખતરામાં છે. મારી સામે કેસ નોંધવામાં આવ્યા છે. આ દરમિયાન તેણે જાસૂસી સોફ્ટવેર પેગાસસનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેણે કહ્યું કે મારા ફોનમાં પેગાસસ પણ હતું. અધિકારીઓ મને કહેતા હતા કે ફોન પર વાત કરતી વખતે અવાજ રેકોર્ડ થઈ રહ્યો છે. રાહુલે કહ્યું કે વિપક્ષી નેતાઓને બોલવા માટે જેલમાં ધકેલી દેવામાં આવે છે. તે ઘણી વખત બન્યું છે.

કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં સંસદ રાહુલ ગાંધીનો લૂક ખૂબ જ અલગ જોવા મળ્યો હતો. તેમના નવા લૂકની ઘણી ચર્ચાઓ પણ થઈ હતી. કારણે કે આ પહેલા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રામાં લાંબી ડાઢી, વાઈટ ટીશર્ટમાં જોવા મળ્યા હતા. ભારત જોડો યાત્રામાં તેમના આ લૂકની પણ ઘણી ચર્ચા થઈ હતી. ભારત જોડો યાત્રા બાદ જ્યારે રાહુલ ગાંધી કેમ્બ્રિજ યુનિવર્સિટી ગયા ત્યારે તેઓ સેવિગ, શોર્ટ હેર અને શૂટ-ટાઈમાં જોવા મળ્યા હતા.

Most Popular

To Top