Madhya Gujarat

ડિવોર્સી યુવતીને વડોદરાના વેપારીએ પ્રેમજાળમાં ફસાવી દૂષ્કર્મ આચર્યાં

આણંદ : આણંદના નાનકડાં ગામમાં રહેતી ડિવોર્સી યુવતીને બે વરસ પહેલા નોકરીએ રાખ્યા બાદ વડોદરાના વેપારીએ તેને પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં તેનું શારીરિક શોષણ શરૂ કર્યું હતું. અવાર નવાર દૂષ્કર્મ આચરવા ઉપરાંત તેની પાસેથી રૂ.ત્રણ લાખ પણ પડાવી લીધાં હતા. જોકે, સાચી હકિકત બહાર આવતા યુવતીએ કોર્ટમાં ધા નાંખતાં કોર્ટ આદેશ બાદ પોલીસે ગુનો નોંધાયો હતો. આણંદના એક ગામમાં રહેતી યુવતીના લગ્ન બાદ કોઇ કારણસર છુટાછેડા થયાં હતાં. આ યુવતીએ જીવન નિર્વાહ ચલાવવા 2019માં વડોદરા ખાતે પ્રકાશ હિરા પટેલની દુકાન પર નોકરી શરૂ કરી હતી. ધીમે ધીમે બન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાવવા લાગ્યો હતો. આખરે તક જોઇને પ્રકાશે પ્રપોઝલ મુકી હતી. જે યુવતીએ સ્વિકારી હતી.

આ સમયે પ્રકાશે જણાવ્યું હતું કે, મારે મારી પત્ની સાથે સારૂ બનતું નથી અને અમારી વચ્ચે સારા સંબંધો નથી. ભવિષ્યમાં અમે બન્ને છુટા પડવાના છીએ. મારી પત્ની અન્ય વ્યક્તિ સાથે પ્રેમ – અફેર છે, જેથી પણ ભવિષ્યમાં હું અને મારી પત્ની છુટા પડીશું. આ વાતો પર વિશ્વાસ રાખી યુવતીએ વિશ્વાસ રાખી પ્રેમ સંબંધ બાંધ્યો હતો. આ સમયની જ રાહ જોતો હોય તેમ પ્રકાશે આજ નહીં તો કાલ તુજ મારી પત્ની છો. તેવું સમજાવી દૂષ્કર્મ આચરવાનું શરૂ કર્યું હતું. આ ઉપરાંત પ્રકાશનો જ મિત્ર ભરત પાટીલ પણ અવાર નવાર યુવતીના ઘરે આવતો હતો અને પ્રકાશની મદદગારી કરતો હતો. પ્રકાશ, ભરત અને યુવતી અવાર નવાર હરવા ફરવા આવતાં હતાં. આ ઉપરાંત પ્રકાશ પટેલે યુવતીને ત્રણ લાખ જેટલી રકમ કોઇ વ્યક્તિને આપવાની છે, તેમ કહી લીધી હતી. જેમાંથી માંડ એક લાખ જેટલી રકમ પરત આપી હતી.

અલબત્ત, ત્રણેક મહિના પહેલા પ્રકાશ પટેલના વર્તનમાં ફેર પડી ગયો હતો. તે યુવતી સાથે વારંવાર ઝઘડો કરવા લાગ્યો હતો. આથી પુછતાં શારીરિક સંબંધોની માગણી પુરી ન થતા તે ઝઘડો તકરાર કરતો હોવાનું જણાવતો હતો. વારંવાર છોડી દેવાની ધમકી પણ આપતો હતો. તેમ કહી બળજબરી પૂર્વક જાતિય અત્યાચાર કરતો હતો. આખરે એક દિવસ યુવતીએ પ્રકાશના માતા – પિતાને મળવાની વાત કરી હતી. જેમને મળવા યુવતી બાલાસિનોર જવા નીકળી હતી. જોકે, તેની પાછળ પ્રકાશ અને ભરત ગયાં હતાં અને ડાકોર નજીક આંતરી તેને સમજાવી પરત ઘરે મુકી ગયાં હતાં. આશ્ચર્યજનક બાબત એ છે કે, ત્યાં પણ પ્રકાશે દૂષ્કર્મ આચર્યું હતું. આ બનાવના એકાદ સપ્તાહમાં યુવતીના મનમાં અનેક પ્રશ્ન આવતા તે સીધી ભરત પાટીલના ઘરે પહોંચી હતી. જ્યાં જાણવા મળ્યા મુજબ, પ્રકાશને તેની પત્ની સાથે સારા સંબંધો હતાં. તેને જણાવેલી તમામ વિગતો ખોટી છે. આ સમયે ભરત અચાનક ઘરે આવી જતાં ઝઘડો કર્યો હતો અને યુવતીનો મોબાઇલ તોડી નાંખ્યો હતો.

આખરે આ અંગે કોર્ટમાં ફરિયાદ બાદ ખંભોળજ પોલીસે પ્રકાશ હિરા પટેલ (રહે.ગોકુલ પાર્ટી પ્લોટની પાછળ, ગોત્રી વડોદરા) અને ભરત પાટીલ (રહે.ગોત્રી વડોદરા) સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગાંધર્વ વિધિથી વહેરાખાડી ખાતે લગ્ન કર્યાં

વડોદરાના પ્રકાશે યુવતીને બરોબર પ્રેમજાળમાં ફસાવી હતી. યુવતીને તેના પર આંધળો વિશ્વાસ હતો. આ વિશ્વાસનો લાભ લઇ એક દિવસ પ્રકાશ યુવતીને વહેરાખાડી ખાતે લઇ ગયો હતો. જ્યાં મહાદેવના મંદિરમાં ગાંધર્વ વિધિથી પત્ની તરીકેનો સ્વીકાર કર્યો હતો. બાદમાં પત્ની હોવાનો અહેસાસ કરાવી શારીરિક સંબંધ બાંધતો હતો. જો, યુવતી ના પાડે તો જબરજસ્તી પણ કરતો હતો. તું મારી પત્ની છું, મારી દરેક માંગણી – ઇચ્છા પુરી કરવાની તારી ફરજ છે. તેમ છતાં જો તેમની ઇચ્છા પુરી ન કરીએ તો જબરજસ્તી પણ કરતો હતો.

યુવતીને ગોળી આપી ગર્ભપાત કરાવ્યો

પ્રકાશના ગળાડૂબ પ્રેમમાં રહેલી યુવતીનો ભરપૂર ગેરલાભ ઉઠાવ્યો હતો. તેના પર વારંવાર દૂષ્કર્મ આચરતાં યુવતીને ગર્ભ રહ્યો હતો. આથી, પ્રકાશ પટેલ અને તેના મિત્ર ભરત પટેલે ગર્ભપાતની સલાહ આપી હતી. પ્રકાશે જણાવ્યું હતું કે, હાલમાં બાળકની કોઇ જરૂરત નથી, જેથી આપણે ભવિષ્યમાં બાળકનું પ્લાનીંગ કરીશું. તેમ સમજાવી પોતાની સાથે લાવેલી ગોળીઓ ગળી જવા જણાવ્યું હતુ. જે યુવતીએ ગળી જતાં ગર્ભપાત થયો હતો.

ગર્ભપાત પશ્ચાતાપનું નાટક કરી બીજા બાળક માટે હોસ્પિટલ લઇ ગયો

યુવતીને દવા આપી ગર્ભપાત કરાવ્યાં બાદ પ્રકાશ અચાનક લાગણીશીલ બની ગયો હોય તેવું નાટક શરૂ કરી દીધું હતું. ગર્ભપાત થયાનો પશ્ચાત્મ કરીને મારી પહેલી ભુલ થઇ છે, હવે તેનો પશ્ચાતામરૂપે આપણે બીજા લગ્નનું પ્લાનીંગ કરીએ. તેવા કાલાવાલા કરી પ્રકાશ યુવતીને લઇ આણંદ લાવી પોતાની ઓળખ છુપાવી લેબોરેટરીના રિપોર્ટ તથા બાળકના પ્લાનીંગ માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જઇ સારવાર શરૂ કરાવી હતી.

Most Popular

To Top