ગાંધીનગર: (Gandhinagar) મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (CM Rupani) આજે સાયન્સ સિટીમાં બનેલી રહેલ એક્વેરિયમ પાર્ક અને મહાત્મા મંદિર ખાતે બની રહેલી કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. અહીં તેમણે પત્રકારોને સંબોધિત કરતા જણાવ્યું હતું કે 18 થી 44 વર્ષના લોકોને પણ વિનામૂલ્યે રાજ્ય સરકાર વેક્સિન આપી રહી છે. અત્યારે દરરોજ સવા લાખ લોકોને રસી (Vaccination) મફત આપવામાં આવે છે. તેનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે. એક સાથે રસી લેવા મોટી સંખ્યામાં યુવાનો ભેગા ન થાય તે માટે રજિસ્ટ્રેશનની વ્યવસ્થા રખાઈ છે. જોકે ભવિષ્યમાં રજીસ્ટ્રેશનની જરૂર નહીં. ઉપરાંત ખાનગી હોસ્પિટલોમાં રસીકરણ મામલે તેમણે જણાવ્યું હતું કે વેક્સિન ઉત્પાદન કરતી કંપનીઓ સીધી ખાનગી હોસ્પિટલોને ચાર્જ લઇને વેક્સિન આપી રહી છે. તેના આધારે ખાનગી હોસ્પિટલોમાં જેને પૈસા આપીને વેક્સિન લેવી છે તેના માટે વ્યવસ્થા ચાલુ છે.
મુખ્યમંત્રી રુપાણીએ ગુજરાતમાં કોરોના સંપૂર્ણ રીતે કન્ટ્રોલમાં આવ્યો હોવાનો દાવો કર્યો. તેમજ મહાત્મા મંદિર ખાતે શરૂ થનારી કોવિડ હોસ્પિટલ હાલ શરૂ નહિ થાય તેવું જણાવ્યું. સાથે જ તેમણે કહ્યું કે, ત્રીજા વેવનો એક્શન પ્લાન સરકાર બનાવીને જાહેર કરશે. બીજા વેવમાંથી અનુભવને આધારે એક્શન પ્લાન ઘડવામાં આવશે. રાજ્યમાં ૩૦૦ ટન ઓક્સિજન પ્લાન્ટ લગાડવાની તૈયારી કરવામાં આવી રહી છે. હવામાંથી સીધી જ રીતે ઓક્સિજન મેળવી શકાય એ રીતે આ પ્લાન્ટ બનાવવામાં આવશે. તેમણે કહ્યું કે ગુજરાતમાં એપોલો, શેલ્બી, કેડી તથા સુરતમાં મહાવીર હોસ્પિટલોને કંપનીઓએ વેક્સિનનો જથ્થો આપ્યો છે. અને જેમને જરૂર હોય તે ચાર્જેબલ વેક્સિન લગાવી શકે છે.
દરમ્યાન કોરોના ઉપર સંપૂર્ણ કંટ્રોલ આવી ગયો હોવાનો મુખ્યમંત્રીએ દાવો કર્યો. સાથે જ તેમણે કહ્યું કે, જોકે કોરોના પૂરો થઈ ગયો હોય એવું આપણે માનતા નથી. તેમણે જણાવ્યું કે, એપ્રિલમાં 14000 કેસ રોજના આવતા હતા. ગઈ કાલે 2500 કેસ આવ્યો છે. કેસ ઘટી ગયા છે.જરૂર પડે ત્યારે 24 કલાકમાં હોસ્પિટલ ચાલુ કરી શકાશે. વેક્સિનેશન બાબતે તેમણે જણાવ્યું કે સુરતમાં મહાવીર હોસ્પિટલ સહિત અત્યારે ચાર હોસ્પિટલોમાં ચાર્જેબલ વેક્સિન આપવામાં આવે છે. એપોલો, શેલબી સહિત રાજ્યમાં ચાર જગ્યાએ ચાર્જ સાથે વેક્સિનેશન આપવામાં આવશે. આવનારા દિવસોમાં અનેક વિદેશની કંપનીઓ પોતે અહીં વેક્સિન માટે આવશે.