Gujarat

પશ્ચિમ બંગાળ હવે વિકાસના નવા યુગમાં પ્રવેશ કરશે : સીએમ

ગાંધીનગર : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે પશ્ચિમ બંગાળના નવનિયુક્ત મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીના શપથગ્રહણ સમારોહમાં હાજર રહ્યા હતા. આ પ્રસંગે તેમણે નવનિયુક્ત મુખ્યમંત્રીને પુષ્પગુચ્છ અર્પણ કરીને હાર્દિક શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવ્યા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદીના દુરંદેશી નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ભારતીય જનતા પાર્ટી શાસિત તમામ રાજ્યો વિકાસ, સુશાસન અને જનકલ્યાણના નવા માપદંડો સ્થાપિત કરી રહ્યા છે. હવે પશ્ચિમ બંગાળ પણ આ વિકાસયાત્રામાં જોડાયું છે તે આનંદની બાબત છે.

તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીના નેતૃત્વમાં પશ્ચિમ બંગાળ હવે “સોનાર બાંગ્લા”ના સંકલ્પને સાકાર કરશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પશ્ચિમ બંગાળ રાજ્ય વિકાસ, શાંતિ, સુશાસન અને સમૃદ્ધિના માર્ગ પર નવી સિદ્ધિઓ હાંસલ કરે તેવી હૃદયપૂર્વક શુભકામનાઓ પાઠવી હતી.

Most Popular

To Top