વાહનો હાંકનાર ચાલકો પોતાના વાહનમાં આવેલ હેડલાઇટના ડીપરનો ઉપયોગ જે તે સમયે કરતા ન હોવાને કારણે પોતે અથવા આમ આદમી અકસ્માતનો ભોગ બને છે. વાહનોમાં ‘ડીપર’ની સુવિધા એટલા માટે જ કરવામાં આવેલી છે કે રાત્રીના સમયે વાહન હાંકનાર ચાલકને સામેનો રસ્તો ચોખ્ખો દેખાય પરંતુ શરમજનક બાબત છે કે રસ્તો દેખાતો ન હોઇ વાહન હાંકનાર ચાલક પોતાના વાહન દ્વારા સામેથી આવતા વાહનચાલક પાસેથી ડીપર માગે છે. ડીપર આપવાનો સંકેત આપે છે છતાં સામેથી આવનાર વાહનોનાં કેટલાંક ચાલકો કોઇ પણ સંજોગોમાં ડીપર આપતાં નથી.
પરિણામે વાહનચાલકનો કાબૂ રહેતો નથી અને આંખો અંજાઇ જાય છે અને મોટી દુર્ઘટના સર્જાય છે. દુર્ઘટનામાં કોઇના હાથ-પગ ભાંગે છે તો કોઇનું મૃત્યુ પણ થાય છે. આવા અકસ્માતમાં ભોગ બનનાર નિર્દોષ વ્યકિતના પણ પોતાના કોઇ અરમાનો સપનાંઓ હોઇ શકે અને જયારે આવી વ્યકિતઓના મૃત્યુથી પરિવાર પર શું વીતતી હશે. આપણી બેજવાબદારી, નિષ્કાળજી, અનુશાસન, નજીવી ભૂલ બીજાનો ભોગ બને એ દુ:ખદ છે અને જયારે સરકારે પણ વાહનોમાં LED લાઇટ (ફોકસ) લગાવવા ઉપર પ્રતિબંધ મૂકયો છે તો આ બધી બાબતોને ખૂબ જ ગંભીરતાથી સમજી આવી દુર્ઘટનાઓ ન બને, કોઇની જાનહાનિ ન થાય માટે વાહનચાલકોએ સામેથી આવતા વાહનચાલકને સહકાર આપી ‘ડીપર’નો સદુપયોગ કરવામાં આવે એ હિતાવહ છે.
વ્યારા – કિરણ કે. વાણી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
વિવિધભારતી ગીતમાલા
તા. 8-4-2025ના ચર્ચાપત્ર વિભાગમાં જગદીશ પાનવાલાનું ઉપરોકત પોગ્રામ બાબતે ખૂબજ સુંદર લેખ આલેખ્યો છે. જે પોગ્રામ નિયમીત સાંભળુ છે. જે દરમિયાન 10 મિનીટ પોગ્રામ રોકીને ગુજરાતી સમાચાર આપવામાં આવે છે. જે બાબતે બે વર્ષ પહેલા આકાશવાણી સુરતથી લેખીત ફરિયાદ મોકલી હતી. પરંતુ હજુ સુધી કોઇ જવાબ આવ્યો નથી. તા. 9-4-2926ના રોજ ચર્ચાપત્ર પિયુષ મહેતા એ પણ આ બાબતે ખંડિત મનોરંજન વિષે લેખ લખ્યો છે ખરેખર પોગ્રામો સારા હોય છે. પરંતુ મનોરંજન ખંડિત થાય છે એ વિષે આકાશવાણી ચોગ્યરજુઆરી સાંભળી ફેરફાર કરે એજ આશા.
– કુમુદ ચંદ્ર કે. જરીવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.