Vadodara

પિલોલ-સમલાયા વચ્ચે રેલ્વે ક્રોસિંગ નં. 12 સમારકામ માટે 8 દિવસ બંધ રહેશે

( પ્રતિનિધિ )વડોદરા,તા.16

પશ્ચિમ રેલ્વેના વડોદરા ડિવિઝન હેઠળ પિલોલ અને સમલાયા સ્ટેશનો વચ્ચેના અલીન્દ્રા સ્ટેશન પર આવેલા રેલ્વે ક્રોસિંગ નંબર 12 નું સમારકામ કાર્ય શરૂ થવાના છે. આ ક્રોસિંગ 17 એપ્રિલ શુક્રવારના રોજ સવારે 7:00 વાગ્યાથી 24 એપ્રિલ, 2026 શુક્રવારના રોજ સાંજે 7:00 વાગ્યા સુધી રોડ ટ્રાફિક માટે સંપૂર્ણપણે બંધ રહેશે. આ 8 દિવસના સમારકામ દરમિયાન ભારે વાહનો અને સ્થાનિક વ્યવસાયો પર અસર પડવાની શક્યતા છે, જેના કારણે રોડ વપરાશકર્તાઓને વૈકલ્પિક માર્ગો અપનાવવા પડશે. રેલ્વે વિભાગના જણાવ્યા અનુસાર, ભારે રોડ ટ્રાફિકના દબાણને કારણે ક્રોસિંગની રોડ સપાટી ઝડપથી બગડી રહી હતી, જે નાણાકીય નુકસાન તથા અકસ્માતોનું કારણ બની શકતી હતી. તાત્કાલિક જાળવણી અને મજબૂતીકરણ માટે આ કાર્ય કરવામાં આવી રહ્યું છે, જેથી ભવિષ્યમાં વધુ સમસ્યાઓ ન થાય. આ ક્રોસિંગ મોટાપુરા ગામ, અલીન્દ્રા વિસ્તાર અને મંજુસર જીઆઈડીસી જેવા ઔદ્યોગિક મહત્ત્વના વિસ્તારોને જોડે છે, જ્યાં રોજ ઘણાં વાહનો, ટ્રક અને કોમ્પ્લેક્સ વર્કર્સ પસાર થાય છે. મુસાફરોને વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે પીલોલ સ્ટેશન અંડરપાસ અને સમલાયા રોડ ઓવરબ્રિજનો ઉપયોગ કરવા જણાવ્યું હતું.

Most Popular

To Top