Sports

IPLમાં આજે જંગ, PBKS જીતે તો નંબર-1, MI માટે ડુ-ઓર-ડાય, રોહિત વગર મુંબઈની કસોટી

ઈન્ડિયન પ્રીમિયર લીગ Indian Premier League 2026માં આજે 24મી મેચ ખૂબ જ રસપ્રદ બનવાની છે, જ્યાં Mumbai Indians અને Punjab Kings વચ્ચે મુકાબલો થશે. આ મેચ મુંબઈના Wankhede Stadium ખાતે સાંજે 7:30 વાગ્યે રમાશે, જ્યારે ટૉસ 7:00 વાગ્યે થશે. બંને ટીમો આ સીઝનમાં પહેલીવાર આમને-સામને આવી રહી છે. મુંબઈ ઈન્ડિયન્સ માટે આ મેચ સરળ નહીં રહે, કારણ કે ટીમના સૌથી અનુભવી ખેલાડી Rohit Sharma ઈજાના કારણે આજની મેચમાં રમી શકશે નહીં. રોહિતને હેમસ્ટ્રિંગ ઈજા થઈ છે, જેના કારણે તેની ગેરહાજરી ટીમની બેટિંગ પર અસર કરી શકે છે. અત્યાર સુધી રોહિતે સારી ફોર્મ દર્શાવી હતી, તેથી તેની ગેરહાજરી મુંબઈ માટે મોટો ઝટકો છે. જોકે ટીમ પાસે Suryakumar Yadav, તિલક વર્મા અને કેપ્ટન હાર્દિક પંડ્યા જેવા મજબૂત બેટ્સમેન છે, જે જવાબદારી સંભાળી શકે છે. બોલિંગ વિભાગમાં Jasprit Bumrah અને Shardul Thakur મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. શાર્દૂલે અત્યાર સુધી 4 મેચમાં 5 વિકેટ લઈને સારો પ્રદર્શન કર્યું છે.

બીજી તરફ પંજાબ કિંગ્સ આ સીઝનમાં શાનદાર ફોર્મમાં છે. ટીમે 4માંથી 3 મેચ જીતી છે અને પોઈન્ટ્સ ટેબલમાં બીજા સ્થાને છે. આજે જીત સાથે તેઓ ટોચ પર પહોંચી શકે છે. ટીમના કેપ્ટન Shreyas Iyer બેટિંગમાં સતત સારું પ્રદર્શન કરી રહ્યા છે અને ટીમ માટે સૌથી વિશ્વસનીય ખેલાડી બન્યા છે. સાથે સાથે અર્શદીપ સિંહ અને વિજયકુમાર વૈશાક બોલિંગમાં અસરકારક રહ્યા છે. ગત સીઝનમાં બંને ટીમો વચ્ચે થયેલી બંને મેચમાં પંજાબે જીત મેળવી હતી, તેથી તેઓ આત્મવિશ્વાસ સાથે મેદાનમાં ઉતરશે. જો કે કુલ રેકોર્ડની વાત કરીએ તો બંને ટીમ વચ્ચે હંમેશા કડક ટક્કર જોવા મળે છે.

વાનખેડે સ્ટેડિયમની પિચ સામાન્ય રીતે બેટિંગ માટે અનુકૂળ રહે છે. અહીં મોટા સ્કોર બને છે અને આ સીઝનમાં પણ 200થી વધુ રનના સ્કોર જોવા મળ્યા છે. ચેઝ કરનારી ટીમને અહીં વધુ ફાયદો મળ્યો છે, તેથી ટોસ જીતનાર ટીમ પહેલા બોલિંગ પસંદ કરી શકે છે. હવામાનની વાત કરીએ તો કોઈ વરસાદની શક્યતા નથી, એટલે મેચમાં કોઈ વિક્ષેપ નહીં આવે. એકંદરે, રોહિતની ગેરહાજરી મુંબઈ માટે પડકાર છે, જ્યારે પંજાબ જીતની લય જાળવી રાખવા પ્રયત્ન કરશે. આજે કોણ જીતશે તે જોવા માટે ચાહકો ઉત્સુક છે.

Most Popular

To Top