Jetpur pavi

જેતપુરપાવી નજીક સ્વીફ્ટ-ટેમ્પા વચ્ચે ગંભીર અકસ્માત

બેદરકારીભર્યા ડ્રાઇવિંગથી અથડામણ, બે લોકો ઇજાગ્રસ્ત
જાનહાની ટળી, પોલીસ દ્વારા ટ્રાફિક વ્યવસ્થા પુનઃસ્થાપિત

જેતપુરપાવી: જેતપુરપાવી નજીક હાઇવે માર્ગ પર સ્વીફ્ટ કાર અને આઇસર ટેમ્પા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેના કારણે થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ ઊભી થઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ નથી, પરંતુ બંને વાહનોને ભારે નુકસાન થયું છે.

પ્રાપ્ત વિગતો મુજબ, બોડેલીથી જેતપુરપાવી તરફ આવી રહેલી સ્વીફ્ટ કારના ચાલકે બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ કરતાં વાહન સીધું જ આઇસર ટેમ્પા સાથે અથડાયું હતું. અથડામણ એટલી જોરદાર હતી કે બંને વાહનોને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું.
આ અકસ્માતમાં સ્વીફ્ટ કારના ચાલક તથા સાથે સવાર એક વ્યક્તિને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે જેતપુરપાવી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતાં જ જેતપુરપાવી પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને ટ્રાફિક નિયંત્રણ સાથે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટર: આરીફ ખત્રી

Most Popular

To Top