Vadodara

SSG પાસે મુખ્ય રોડ પર મોડી રાત્રે મહિલાનો હાઈવોલ્ટેજ ડ્રામા, પોલીસ સાથે ઝપાઝપી

બોયફ્રેન્ડે રિક્ષામાંથી ધક્કો નીચે પાડી દીધી હોવાનો આક્ષેપ, જાહેર રોડ પર હંગામા મચાવતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા
વડોદરા તા.19
વડોદરાના સયાજી હોસ્પિટલ નજીક મુખ્ય રોડ પર બુધવારે મોડી રાત્રે એક મહિલાએ હાઈવોલ્ટેજ ડ્રામા સર્જતા ભારે હોબાળો મચ્યો હતો. ઘટનાના પગલે આસપાસના વિસ્તારમાં ભીડ જામી ગઈ હતી અને ટ્રાફિક પર પણ અસર જોવા મળી હતી. દોડી આવેલી મહિલા પોલીસ સાથે પણ આ મહિલાએ ઝપાઝપી કરી હતી.

વડોદરાના સયાજી હોસ્પિટલ નજીક બુધવારે રાત્રિના સમયે હાઈ વૉલ્ટેજ ડ્રામા સર્જાયો હતો.એક મહિલાએ આક્ષેપ કર્યો હતો કે તેના બોયફ્રેન્ડે તેને રિક્ષામાંથી ધક્કો મારી રોડ પર ફેંકી દીધી હતી. જેના કારણે મહિલાએ જાહેરમાં હંગામો કર્યો હતો. ‘હું મારો જીવ આપી દઈશ, મને રોડ પર ફેંકી દેવાઈ હતી ‘ તેમ કહીને મહિલાએ રસ્તા પર જ બેસી જઇ વિરોધ નોંધાવ્યો હતો. જેના પગલે રોડ પર ભાઈ ટ્રાફિક જામ સર્જાતા પોલીસ દોડી આવી હતી. જેમાં મહિલા કર્મચારી સાથે પણ આ હોબાળો મચાવનાર મહિલાએ ઝપાઝપી કરી હતી અને મારા શરીરથી હાથ દૂર રાખજો જેવી ધમકી આપી હતી.
ઘટનાની જાણ થતાં 112 અને સ્થાનિક પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. લાંબા સમય સુધી સમજાવટ કર્યા બાદ મહિલાને કાબૂમાં લેવામાં આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ, મહિલાએ આશરે એક કલાક સુધી રોડ પર હોબાળો કર્યો હતો. જેના કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો. મહિલાની હાલત નશાની અસર હેઠળ હોવાનું પણ પ્રાથમિક રીતે લાગી રહ્યું છે. પોલીસે મહિલાની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top