Gujarat

ગુજરાત વિધાનસભામાં ગરમાવો: ગોપાલ ઇટાલિયા અને હર્ષ સંઘવી વચ્ચે ભણતર મુદ્દે થઈ તૂતૂમેંમેં…

ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન ભણતર મુદ્દે ભારે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ચર્ચા દરમિયાન આડકતરી રીતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીના ભણતર અંગે ટિપ્પણી કરતા ગૃહમાં ભાજપ અને આપ વચ્ચે તીખી બોલાચાલી સર્જાઈ હતી. ચર્ચા દરમિયાન ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે તેઓ BA LLB અને ગ્રેજ્યુએટ છે અને તેમને પોતાના ભણતર પર ગર્વ છે. તેમણે કહ્યું કે “હું 8 પાસ નથી.” આ નિવેદનને ભાજપના સભ્યોએ હર્ષ સંઘવી પર આડકતરી ટિપ્પણી તરીકે લીધું, જેના કારણે ગૃહમાં વાતાવરણ ગરમાયું અને ભાજપના નેતાઓએ તરત જ વળતો જવાબ આપ્યો.

ભાજપના નેતા જીતુ વાઘાણીએ ઇટાલિયાના નિવેદનનો જવાબ આપતા જણાવ્યું કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ માત્ર ચાર ધોરણ સુધી ભણેલા હતા, છતાં તેઓ રાજ્યના લોકપ્રિય અને સફળ નેતા રહ્યા હતા. તેમણે કહ્યું કે જ્યારે જરૂર પડી ત્યારે ગોપાલ ઇટાલિયા પણ કેશુબાપાના આશીર્વાદ લેવા ગયા હતા અને ત્યારે તેમના ઓછા ભણતર પર કોઈ સવાલ નહોતો. આ પછી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ઇટાલિયા પર પ્રહાર કરતા કહ્યું કે ગૃહમાં કેટલાક કહેવાતા ભણેલા લોકો હાજર છે, પરંતુ BA LLBના અભ્યાસક્રમમાં શું ભણાવવામાં આવે છે તે સમજાતું નથી. તેમણે વ્યંગ્ય કરતાં જણાવ્યું કે કદાચ તેમાં વિધાનસભામાં કોઈ પર જુતા ફેંકવાની બાબત પણ શીખવાડવામાં આવતી હશે. સંઘવીએ ઉમેર્યું કે કાયદા અને વ્યવસ્થાની ચર્ચા કરતી વખતે કોઈ પર જુતા ફેંકવાનું વર્તન યોગ્ય નથી.

હર્ષ સંઘવીએ આ પ્રસંગે 2017ની એક ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો હતો, જ્યારે ગોપાલ ઇટાલિયાએ વિધાનસભા બહાર તે સમયના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર જુતું ફેંક્યું હતું. ભ્રષ્ટાચારના વિરોધમાં કરવામાં આવેલી આ ઘટનાને કારણે તે સમયે ઇટાલિયા સામે કાનૂની કાર્યવાહી પણ થઈ હતી. આ પછી હર્ષ સંઘવીએ પણ વળતો પ્રહાર કરતા કહ્યું કે ગૃહમાં કેટલાક કહેવાતા ભણેલા લોકો હાજર છે, પરંતુ BA. LLBના અભ્યાસક્રમમાં શું ભણાવવામાં આવે છે તે સમજાતું નથી. તેમણે વ્યંગ્ય કરતા જણાવ્યું કે કદાચ તેમાં કોઈ પર જુતા ફેંકવાની બાબત પણ શીખવાડવામાં આવતી હશે. સંઘવીએ કહ્યું કે કાયદા અને વ્યવસ્થાની ચર્ચા કરતી વખતે આવું વર્તન યોગ્ય ગણાય નહીં. આ સમગ્ર મામલે વિધાનસભામાં ભાજપ અને આપ વચ્ચે ભારે ચકમક જોવા મળી હતી, જેના કારણે સત્ર દરમિયાન રાજકીય ગરમાવો વધી ગયો અને ચર્ચા રાજ્યની રાજનીતિમાં મુખ્ય મુદ્દો બની ગઈ હતી.

Most Popular

To Top