સુરત શહેર પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા “NO DRUGS IN SURAT CITY” અભિયાન હેઠળ ઉધના પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. પોલીસે ૧૪૮ ગ્રામ ગાંજો, એક મોબાઇલ ફોન અને મોટી માત્રામાં રોકડ રકમ સાથે કુલ રૂ. ૬,૭૩,૭૬૦નો મુદ્દામાલ કબજે કરી એક આરોપીને ઝડપી પાડ્યો છે
પોલીસ પાસે થી મળતી માહિતી મુજબ, પોલીસે બાતમીના આધારે ઉધના વિસ્તારના પ્રભુનગર, પ્લોટ નંબર ૧૯૨, બી.આર.સી. રોડ ખાતે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસને આરોપી પાસેથી ૧૪૮ ગ્રામ ગાંજો (કિંમત રૂ. ૭૪૦૦), એક મોબાઇલ ફોન (કિંમત રૂ. ૭૦૦૦) અને ગાંજાના વેચાણની રોકડ રકમ રૂ. ૬,૫૯,૩૬૦ મળી આવી હતી. આ રીતે કુલ રૂ. ૬,૭૩,૭૬૦નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો
આ મામલે પોલીસે દીપકસિંહ ફોજદારસિંહ રાજપૂત (ઉંમર ૪૧)ને ઝડપી પાડ્યો છે. તે હાલ ઉધના વિસ્તારના પ્રભુનગરમાં રહે છે અને મૂળ ઉત્તર પ્રદેશના ઝોનપુર જિલ્લાના નિકુમનપુરનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે ઉધના પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ ૧૯૮૫ની કલમ ૮(સી), ૨૦(બી)II(એ) અને ૨૯ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે
પોલીસના જણાવ્યા મુજબ આરોપી પાસેથી મળેલી રોકડ રકમ તથા અન્ય મુદ્દામાલ અંગે વધુ તપાસ ચાલુ છે. સાથે જ આ ગેરકાયદેસર નશાના કારોબાર સાથે સંકળાયેલા અન્ય લોકો વિશે પણ પોલીસ વધુ તપાસ કરી રહી