Sports

‘Sanju Samson ban’ કેમ ટ્રેન્ડમાં? હેલ્મેટ ફેંકવાની ઉજવણી પર ICC નિયમો શું કહે છે

ICC T20 વર્લ્ડ કપ 2026ની બીજી સેમિફાઇનલમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટક્કર પહેલાં સોશિયલ મીડિયા પર Sanju Samson ban’ ખૂબ જ ટ્રેન્ડ થઈ રહ્યું હતું . ચર્ચા એ વાતની છે કે વેસ્ટ ઇન્ડિઝ સામે સુપર 8 મેચ જીતાડ્યા બાદ સંજુ સેમસને ઉજવણીના ભાગરૂપે આવેશમાં આવી હેલમેટ જમીન પર પછાડ્યું હતું, શું આ કારણે તેની સામે ICC કાર્યવાહી કરી શકે? આ મામલો સામે આવ્યો રવિવારે કોલકાતાના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં વિજયી બાઉન્ડ્રી ફટકાર્યા પછી સંજુ સેમસને પોતાનું હેલ્મેટ ઉતારીને જમીન પર ફેંક્યું અને ભગવાનનો આભાર માનવા માટે ઘૂંટણિયે પડી ગયો હતો. તેની આ ઉજવણીની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયા હતા. કેટલાક લોકોનું માનવું છે કે હેલ્મેટ ફેંકવાની આ ક્રિયા ICCના ક્રિકેટ સાધનોના દુરુપયોગ” સંબંધિત નિયમ હેઠળ આવી શકે છે. ICCની આચાર સંહિતા મુજબ ખેલાડીઓએ ક્રિકેટ સાધનોનો દુરુપયોગ ન કરવો જોઈએ. કલમ 2.2 હેઠળ હેલ્મેટ, બેટ, સ્ટમ્પ અથવા અન્ય સાધનોને ફેંકવા, મારવા અથવા સ્ટેડિયમની મિલકતને નુકસાન પહોંચાડે તેવી ક્રિયા કરવી ઉલ્લંઘન માનવામાં આવે છે. જો ખેલાડી ભાવનાત્મક પળમાં આવું કરે અને તે ગુસ્સા કરતાં ઉજવણીનો ભાગ હોય, તો પણ મેચ અધિકારીઓ તેની સમીક્ષા કરી શકે છે. જોકે હાલ સુધી ICC દ્વારા સંજુ સેમસન સામે કોઈ સત્તાવાર કાર્યવાહી કે તપાસની જાહેરાત કરવામાં આવી નથી. તેમ છતાં સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી છે કે જો આ ઘટના નિયમો હેઠળ ઉલ્લંઘન ગણાય તો સેમસનને સજા થઈ શકે છે.

સામાન્ય રીતે આવા કેસોને લેવલ-1ના ગુના તરીકે ગણવામાં આવે છે. લેવલ-1ના ઉલ્લંઘનમાં ખેલાડીને મેચ ફીના મહત્તમ 50% સુધી દંડ અને બે ડીમેરિટ પોઇન્ટ મળી શકે છે. મોટાભાગના કિસ્સાઓમાં આવી સજા દંડ સુધી જ મર્યાદિત રહે છે અને સીધી મેચ સસ્પેન્શન થવાની શક્યતા ઓછી હોય છે. તાજેતરમાં T20 વર્લ્ડ કપ 2026માં સ્કોટલૅન્ડના ક્રિકેટર જ્યોર્જ મુન્સીને આઉટ થયા પછી હેલ્મેટ ફેંકવા બદલ ડીમેરિટ પોઇન્ટ આપવામાં આવ્યા હતા. તેથી આ પ્રકારના કિસ્સાઓમાં ICC કાર્યવાહી કરે તેવી શક્યતા રહે છે. હાલની સ્થિતિમાં સંજુ સેમસન પર બેન લાગશે કે નહીં તેની કોઈ સત્તાવાર પુષ્ટિ નથી. પરંતુ ભારત-ઇંગ્લેન્ડ સેમિફાઇનલ પહેલાં સોશિયલ મીડિયા પર આ મુદ્દે ભારે ચર્ચા ચાલી રહી છે અને ક્રિકેટ ચાહકોની મીટ મંડાઈ છે ICCના નિર્ણય પર.

Most Popular

To Top