ગુજરાતમાં કુદરતી હલચલનો સિલસિલો ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના બે છેડા, પશ્ચિમમાં Bhachau અને પૂર્વમાં Dahod – ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠ્યા હતા.અચાનક આવેલી આ ધ્રુજારીને કારણે લોકોમાં થોડીવાર માટે ગભરાટ ફેલાયો, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ કે મોટું નુકસાન ન થતા રાહત
આજે બપોરે 1:43 વાગ્યે કચ્છ જિલ્લાના ભચાઉ વિસ્તારમાં 3.4 મેગ્નિટ્યુડનો ભૂકંપ નોંધાયો હતો. ભૂકંપનું કેન્દ્ર ભચાઉથી આશરે 12 કિલોમીટર દૂર હોવાનું સિસ્મોલોજી વિભાગે જણાવ્યું. બપોરના સમયે અચાનક જમીન ધ્રૂજતા જ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. કચ્છ વિસ્તાર ભૂકંપ સંવેદનશીલ ઝોન-5માં આવતો હોવાથી અહીં વારંવાર નાનાં-મોટાં આંચકા અનુભવાતા રહે છે.
તે પહેલાં સવારે 11:55 વાગ્યે દાહોદ જિલ્લામાં 2.5 મેગ્નિટ્યુડનો હળવો ભૂકંપ નોંધાયો હતો. તેનું કેન્દ્ર દાહોદથી અંદાજે 34 કિમી પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમ દિશામાં અને જમીનથી લગભગ 17 કિમી ઊંડાઈએ હતું. તીવ્રતા ઓછી હોવાથી ઘણા લોકોને તેનો અહેસાસ પણ થયો નહોતો, પરંતુ કેટલાક લોકોએ સાવચેતી રૂપે ખુલ્લી જગ્યામાં જવાનું પસંદ કર્યું.
વિશેષજ્ઞોના મત મુજબ, ગુજરાત ખાસ કરીને કચ્છ વિસ્તાર ટેક્ટોનિક ગતિવિધિઓને કારણે સક્રિય રહે છે. આવા નીચી તીવ્રતાના આંચકા સામાન્ય ગણાય છે અને ઘણીવાર મોટા ખતરા ના સંકેત નથી હોતા. તેમ છતાં, તંત્રએ નાગરિકોને સતર્ક રહેવા, ભયમાં ન આવવા અને ભૂકંપ સમયે અપનાવવાની સુરક્ષા રીતો વિશે જાગૃત રહેવાની સલાહ આપી છે.
ફિલ્હાલ સ્થિતિ સામાન્ય છે, પરંતુ ધરતીની આ હલચલ ફરી યાદ અપાવે છે કે સાવચેતી જ સુરક્ષા છે.