Vadodara

વડોદરા મહાનગરપાલિકાનું કર દર વિનાનું 7,609.63 કરોડનું બજેટ રજૂ

શહેર વિકાસ માટે આઇકોનિક પ્રોજેક્ટ્સ પર વિશેષ ભાર
વડોદરા | તા. 3
વડોદરા મહાનગરપાલિકાના કમિશનર અરુણ લહેશ બાબુએ વર્ષ 2026-27 માટેનું કર દર વિનાનું બજેટ સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કર્યું હતું. કુલ 7,609.63 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં 4,861.23 કરોડ રૂપિયાની આવક અને 5,036.71 કરોડ રૂપિયાનું ખર્ચ દર્શાવવામાં આવ્યું છે.
બજેટમાં શહેરના સર્વાંગી વિકાસ, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નાગરિક સુવિધાઓના વિસ્તરણ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ બજેટમાં કોઈપણ પ્રકારનો નવો કર દર લાદવામાં આવ્યો નથી, જે નાગરિકોને રાહત આપતું બજેટ ગણાઈ રહ્યું છે.
મુખ્ય બજેટીય જોગવાઈઓ આ મુજબ છે :
શહેરના વિકાસ માટે 200 કરોડ રૂપિયાનું મ્યુનિસિપલ બોન્ડ (blue Bond) જારી કરવાની જોગવાઈ
સમા, મંજલપુર અને સેવાસી વિસ્તારમાં 3 આધુનિક ઓડિટોરિયમ
વિવિધ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના અપગ્રેડેશન માટે 350 કરોડ રૂપિયા
આઇકોનિક VMC ઓફિસ બિલ્ડિંગ માટે 150 કરોડ રૂપિયાનું પ્રાવધાન
નાગરિકો માટે મનોરંજન અને પ્રવાસનને પ્રોત્સાહન આપવા એક્વાટિક પાર્ક
દરેક ઝોનમાં એક સિવિક સેન્ટર સ્થાપવાની યોજના
શહેરની અગ્નિશામક સેવાઓ મજબૂત બનાવવા ક્વાર્ટર સહિત 6 ફાયર સ્ટેશન માટે 150 કરોડ રૂપિયા
આધુનિક ટેકનોલોજી અપનાવી GIS આધારિત ડિજિટલ ટ્વિન મોડલ અને 3D GIS સિસ્ટમ માટે 100 કરોડ રૂપિયાનું પ્રાવધાન.


કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે આ બજેટ વડોદરાને સ્માર્ટ, સુરક્ષિત અને ભવિષ્યમુખી શહેર બનાવવાના દિશામાં મહત્વપૂર્ણ સાબિત થશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રમતગમત, સંસ્કૃતિ, સુરક્ષા અને ડિજિટલ ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં આ બજેટ નવા માઈલસ્ટોન સ્થાપશે.

Most Popular

To Top