Vadodara

વડોદરા : મોકસી ડ્રગ્સ કેસમાં ફરાર આરોપીઓ પૈકી બે ઝડપાયા, હજુ એક વોન્ટેડ


વડોદરા તારીખ 28
સાવલી તાલુકાના મોકસી ગામેથી ઝડપાયેલા રૂ. 3.37 કરોડના ડ્રગ્સ કેસમાં બે મુખ્ય આરોપીના રિમાન્ડ પર છે. ત્યારે આ એનડીપીએસના ગુનામાં ફરાર ત્રણ પૈકી બે આરોપીને મંજુસર પોલીસે ઝડપી પાડ્યા છે. હજુ એક આરોપી નાસતો ફરતો હોય તેને પકડવા પોલીસે તજવીજ શરૂ કરી છે.

સાવલી તાલુકાના મોક્સી ગામે ખેતરમાં એસ ઓ જી ગ્રામ્ય પોલીસે દરોડો પાડીને ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી સાથે બે મુખ્ય સૂત્રધારને ઝડપી પાડ્યા હતા. ઉપરાંત ફેક્ટરી માંથી ₹3.37 કરોડના ડ્રગ્સ અને રોમટીરીયલ સહિત રૂ. 3.40 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો. એસઓજી દ્વારા એનડીપીએસના ગુનાની તપાસ સ્થાનિક મંજુસર પોલીસને સોંપાઈ હતી. જેથી પોલીસે બંને આરોપીની વધુ પૂછપરછ કરવા માટે કોર્ટમાં રજૂ કરીને 11 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવ્યા હતા. હાલમાં બે આરોપી રિમાન્ડ પર છે. આ ગુનામાં ફરાર આરોપીઓ ચીરાગ ગીરીશભાઈ પટેલ, વિપુલસીંગ તથા અજાણ્યા શખ્સને ઝડપી પાડવા માટે મંજુસર પોલીસ સ્ટેશનના પીઆઇ કે.આર.સિસોદીયાએ સ્ટાફનાં માણસોની અલગ-અલગ ટીમો બનાવી સુચના આપી હતી. દરમિયાન મળેલી બાતમીના આધારે બિપુલસુમન ઉર્ફે વિપુલસીંગ કૃષ્ણનંદન સીંગ (હાલ રહે. મોરબી મુળ રહે. બિહાર તથા રાજેશકુમાર સત્યેન્દ્ર શર્મા ( હાલ રહે.સંજય શર્માના મકાનમાં ભાડેથી, નંદેસરી પોલીસ સ્ટેશન પાસે, નંદેસરી જી.આઇ.ડી.સી. વડોદરા શહેર મુળ રહે. બિહાર)ને ઝડપી પાડ્યા હતા. બંને પાસેથી પોલીસ દ્વારા રોકડા રૂપિયા 15 હજાર તથા 2 મોબાઇલ રૂ. 8 હજાર મળી રૂ. 23 હજારનો મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Most Popular

To Top