શહેરના તરસાલી મકરપુરા, વિસ્તારના દક્ષિણ ઝોનમાં મશીયા કાંસ પાસે આશરે રુા.બે કરોડના ખર્ચે નવી લાઇબ્રેરી બનાવવાનું આયોજન પાલિકા તંત્ર દ્વારા કરાયું છે.
આ અંગેની હકીકત એવી છે કે, વડોદરા મહાનગરપાલિકા દ્વારા દક્ષિણ ઝોન માંજલપુર તથા તેની આસપાસના વિસ્તારના રહીશોને રીડીંગની સુવિધા મળી રહે તે હેતુસર દક્ષિણ ઝોનમાં આવેલ મશીયાકાંસ પાસે રે. સર્વે નં.- 375 માં નવી ડ્રીસ્ટ્રીક્ટ લાઇબ્રેરી બનાવવાનું આયોજન કરાયું છે. આ અંગે પ્રોફેશનલ ટેક્ષની ગ્રાન્ટની જોગવાઈ વર્ષ 2023- 24માં કરવામાં આવી છે.જેમા આ લાયબ્રેરી બનાવવાનાં કામમાં ગ્રાઉન્ડ ફલોર ઓફીસ, એન્ટ્રી, ફોયર, કોટર્યાડ, જનરલ રીડીંગ રુમ, ઇ-લાઈબ્રેરી, સીટીંગ, મેગેઝીન,ન્યુઝ પેપર રીડીંગ રૂમ, ટી-કોફી કાઉન્ટર,લેડીઝ તથા જેન્ટસ માટે વોશ રૂમ, ડ્રીકીગ રૂમ,આઉટ ડોર સીટીંગ, કીડ એરીયા, ગાર્ડન, ટુ વ્હીલર પાર્કિંગ તથા સીક્યુરીટી કેબીનની સુવિધા સહનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે સિવિલ કામનાં નેટ અંદાજીત રકમ રૂપિયા 1,92,42,335 માટે ભાવપત્રની પ્રિકવોલીફિકેશન કંડીશન મુજબ ચકાસણી કરતા બન્ને ઈજારદાર ક્વોલીફાય થયા છે. જેમાં સૌથી ઓછા ભાવ ભરનાર ઈજારદાર દિવ્ય શક્તિ કન્સ્ટ્રકશન કંપનીએ ત્યારબાદ ઈજારદારે અંદાજીત રકમથી 1,55 ટકા વધુ મુજબ કામ કરવા સંમતિ દર્શાવી છે. આથી ઈજારદાર દિવ્ય શક્તિ કન્સ્ટ્રકશન કંપની રુપિયા 1,95,40,591.19 જીએસટી સિવાયનું અંદાજીત રકમ રૂ. 1,92,42,335 થી 1.55 ટકા વધુ મુજબનું ભાવપત્ર મંજુર કરવા સ્થાયી સમક્ષ રજુ કરાયું છે.