SURAT

ડીંડોલીના બ્રિજ પર દોડતા ટેમ્પોના બોનેટ પર બેસી સ્ટન્ટ કરવાનું ભારે પડ્યું, પોલીસે કાન પકડાવ્યા

સુરત: સોશિયલ મીડિયા રિલ્સ બનાવવાના ઈરાદે યુવાનો પોતાનો અને અન્યોનો જીવ જોખમમાં મુકતા હોય છે. આવા જોખમી સ્ટંટનો ટ્રેન્ડ હમણાં ચાલી નીકળ્યો છે, ત્યારે થોડા દિવસ પહેલાં શહેરના ડીંડોલી બ્રિજ પર એક દોડતા ટેમ્પોના બોનેટ પર બેઠેલા યુવકનો વીડિયો વાયરલ થયો હતો. વીડિયો જોઈ પોલીસ હરકતમાં આવી હતી અને ટેમ્પો ચાલક તથા સ્ટંટ કરનાર બંને યુવકોને પકડી કાન પકડાવ્યા હતા.

સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા બાદ તે પોલીસે તપાસ શરૂ કરી હતી. તપાસ કરતા તે વીડિયો તા.15/05/2024ના સાંજના સાતેક વાગ્યાના અરસાનો ડીંડોલી પ્રમુખ પાર્ક ઓવરબ્રિજ ખાતેનું હોવાની વિગતો બહાર આવી હતી. વિડિઓમા દ્રશ્યમાન થતી મહિન્દ્રા પીક-અપ ગાડીના ચાલક ડ્રાઇવર તથા ગાડીના બોનેટ ઉપરથી કેબિનમાં આવતા ઇસમને હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સથી ગણતરીના કલાકોમાં પકડી પાડી ડીંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

પોલીસે આ કેસમાં મુકેશ સંજય બુવા (ઉં.વ. 27 હાલ રહે. 15, શાંતિનગર સોસાયટી, નીલમ હોટલ પાછળની ગલી, કડોદરા જિ. સુરત મૂળ રહે. ગામ: ગણપુર, અકુલખેડા, જી. જલગાવ મહારાષ્ટ્ર) અને નૌસાદ નઇમખાન આલમ (ઉં.વ. 20 હાલ રહે. પ્લોટ નંબર: 22, એસ.ડી એન્ટરપ્રાઇઝ, ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, જેજે કોમ્પલેક્ષની પાછળ, કડોદરા, જિ. સુરત મૂળ રહે. ગામ: આઈલહવા બગાહી, દેવરીયા, જી. બલરામપુર ઉત્તરપ્રદેશ)ની ધરપકડ કરી કલમ 279, 336, 114 તથા મોટર વ્હીકલ એક્ટની કલમ 123, 177, 184 મુજબ ગુનો દાખલ કર્યો છે. પોલીસે આ બંને આરોપીની ધરપકડ કર્યા બાદ તેઓના કાન પકડાવ્યા હતા અને માફી મંગાવી હતી.

Most Popular

To Top