વડોદરા તા.31
મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીમાં પ્રોફેસર વિજય કુમાર શ્રીવાસ્તવ કુલપતિ તરીકે આવ્યા પછી યુનિવર્સિટીના કેલેન્ડર છપાવવા છતાં વેચી ન શકાયા. કારણ કે એમાં પોતાના અઢળક ફોટાઓ મૂકવામાં આવ્યા હતા. કુલપતિની આ લાળ પાડતી ક્રીર્તીલોલુપતા વિરોધ થવા છતાં પણ સુધરતા નથી એ સ્પષ્ટ આ ૨૦૨૪ ના કેલેન્ડર માં દેખાયું છે તેવા આક્ષેપ પૂર્વ સેનેટ મેમ્બર કપિલ જોષીએ કર્યા છે. કપિલ જોષીએ જણાવ્યું હતું કે આ વર્ષે અત્યંત કઢંગુ કેલેન્ડર યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. તાજેતર માં ૨૦૨૪ નું રજુ થયેલ કેલેન્ડર માં પોતાના 28 ફોટા ઓ એમણે મુક્યા છે અને બીજા ક્રમે ૨૦ ફોટા રજીસ્ટ્રાર કે એમ ચુડાસમાના છે. આ ફોટો જીવી કુલપતિ નો જીવતો જાગતો દાખલો ગણાય. ત્યારે બાદ વર્તમાન રાજકારણીઓ નો ૨-૩ ફોટાઓ મૂકવામાં આવેલ છે. હકીકત એ છે કે યુનિવર્સિટીના કેલેન્ડરમાં હર હમેશ આપણી યુનિવર્સીટી ને વિવિધ જગવિખ્યાત ઇમારતોના ફોટોગ્રાફ્સ મુકીને ભારતના રાષ્ટ્રનિર્માતો ઓ અને ભારતીય સંસ્કૃતિ ના ઉદગાતા ઓના ફોટા ઓ મુકવાની પરંપરા હતી એનું આજે આવું વરવું અધ:પતન થયું છે કે કુલપતિ પોતાના જ 28 જેટલા ફોટાઓ મુક્તા અચકાતા નથી. આમ એક નાનકળા કેલેન્ડર ને પણ નહીં છોડીને એમેને યુનિવર્સિટીનું ગરિમાનું અધ:પતન કર્યું છે. જેના કારણે આવનાર ઈતિહાસમાં બનનાર કેલેન્ડરમાં એમનું નામ કેલેન્ડર બગાડનાર કુલપતિ તરીકે અમર રહેશે. ત્યારે એમની ફોટો જીવીમાંથી બહાર નીકળે અને હોદ્દાની યુનિવર્સીટીની મહારાજા સયાજીરાવની ગરિમાનું પાલન કરવું જોઈએ. આવા દુવ્યવહાર માટે શરમ અનુભવી માફી માંગવી જોઈએ એમ હું માનું છું તેમ પૂર્વ સેનેટ મેમ્બર કપીલ જોષીએ જણાવ્યું હતું.
નવા કેલેન્ડરમાં કુલપતિના 28 ફોટો, નવો વિવાદ સર્જાતા યુનિ.નું રાજકારણ ગરમાયું
By
Posted on