Business

બાળકોમાં નિયમો અંગે જાગૃતિ આવે માટે ચિલ્ડ્રન ટ્રાફિક પાર્ક બનાવાયો

વડોદરા તા.31
શહેરમાં મોટાભાગના વાહન ચાલકો દ્વારા ટ્રાફિકના નિયમોનું પાલન કરવામાં આવતું નથી. જેથી આગામી પેઢીના બાળકો તથા વિદ્યાર્થીઓમા નાનપણથી ટ્રાફિકાના નિયમોની સમજ તથા જાગૃતિ આવે માટે કારેલીબાગ ટ્રાફિક શાખાની કચેરીના પ્રાગણમાં પીપીપી ધોરણે ચિલ્ડ્રન ટ્રાફિક પાર્ક બનાવાયો છે. જેના બુધવારે યોજાયેલા ઉદઘાટન સમારોહમાં પોલીસ કમિશનર અ્ને અધિક પોલીસ કમિશનર , ડીસીપી, એસીપી, અધિકારીઓ અ્ને કર્મચારીઓ સહિતના લોકો હાજર રહ્યા હતા. ટ્રાફિકના નિયમોની જાણકારીના અભાવે તથા નિયમોનું પાલન નહી કરવાન વૃત્તિ કારણે અકસ્માતોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. જેથી દર વર્ષે લાખો લોકો અન્યોના વાકે પોતાનો જીવ ગુમાવતા હોય છે. જેને ધ્યાનમાં રાખીને નવી પેઢીના બાળકો તથા વિદ્યાર્થીઓમાં ટ્રાફિકના નિયમોની સમજ તથા અવેરનેસ આવે માટે કારેલીબાગ ટ્રાફિકશાખાની કચેરીના પ્રાંગણમામાં પડેલી બિન ઉપયોગી જમીનમાં પીપીપી ધોરણે ચિલ્ડ્ર્ન ટ્રાફિક પાર્ક બનાવવામાં આવ્યો છે. ત્યારે 31 જાન્યુઆરીના રોજ આ ચિલ્ડ્રન પાર્કના ઉદઘાટન સમારોહનું આયોજન કરાયું હતું. જેમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગલહૌત, અધિક પોલીસ કમિશનર મનોજ નિનામા, શહેરના નાયબ- મદદનીશ પોલીસ કમિશનરો, ટ્રાફિક શાખાના કર્મચારીઓ અને અધિકારીઓ, એનજીઓ, દાતાઓ અને ટીઆરબી જવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Most Popular

To Top