Entertainment

તમિલ રેપર દેવ આનંદનું ચાકૂની અણીએ અપહરણ

મુંબઈ: ગુનેગારોને જાણે કોઈ ભય રહ્યો જ નથી તેવી રીતે એક પછી એક ઘટનાઓને અંજામ આપી રહ્યાં છે. સલમાન ખાનને ધમકી (Threat) આપનાર ગેંગસ્ટર ગોલ્ડીએ બુધવારે રેપર હની સિંહને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ત્યારે બુધવારે રાત્રે તમિલ રેપર દેવ આનંદનું અપહરણ કરી લેવામાં આવ્યું છે.

લોકપ્રિય તમિલ રેપર દેવ આનંદનું બુધવારનાં રોજ ચેન્નઈ બેંગ્લોર એક્સપ્રેસ વે પર અપહરણ કરી લેવામાં આવ્યું હતું. રાજ આનંદના પરિવારજનોએ પોલીસમાં તેની ગુમ હોવાની ફરિયાદ પણ નોંધાવી હતી. આ ઘટનાની જાણ થતાં પોલીસ એકશન મોડમાં આવી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી જેમાં સામે આવ્યું હતું કે બુધવારે રાત્રિના લગભગ 10 સભ્યોની ટોળકીએ ચેન્નઈ એક્સપ્રેસ વે પરથી ચાકૂની અણીએ દેવ આનંદનું અપહરણ કરી લીધું હતું. આ ટોળકીની ઓળખ માટે પોલીસ સીસીટીવી ચેક કરી રહી છે જો કે તેમાંથી કોઈ ખાસ પૂરાવા સામે આવ્યાં નથી.

દેવ આનંદના ભાઈના ઊછીના લીધેલા પૈસા મામલે તેનું અપહરણ કરાયું!
ચેન્નઈમાં પોલીસ મુખ્યાલયના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે દેવ આનંદના ભાઈએ 2.5 કરોડ રુપિયા કોઈક પાસેથી ઉછીના લીધા હતા. દેવ આનંદનો ભાઈ આટલી મોટી રકમ પરત કરવા માટે સક્ષમ ન હતો જેના કારણે આ મુદ્દે મોટો વિવાદ થયો હતો. પોલીસ આ એન્ગલ પરથી પણ દેવ આનંદના અપહરણ પ્રકરણમાં તપાસ કરી રહી છે કે આ મુદ્દા સાથે દેવ આનંદને કોઈ સંબંધ છે કે નહિં.

ગેંગસ્ટર ગોલ્ડીએ બુધવારે હની સિંહને વોઈસ નોટથી ધમકી આપી
ફેમસ રેપર અને સિંગર હની સિંહને કેનેડામાં રહેતા ગેંગસ્ટર ગોલ્ડી બરારે જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ગોલ્ડીએ આ ધમકી વોઈસ નોટના માધ્યમથી આપી હતી. હની સિંહે આ મામલે પોલીસનો સહારો લીધો હતો. હની સિંહે દિલ્હીમાં પોલીસ કમિશ્નર સાથે આ મામલે વાત કરી હતી.

Most Popular

To Top