World

સબમરીનમાં બેસી ડૂબેલા ટાઈટેનિકને જોવા ગયેલા પાંચ લોકો પાસે ગણતરીના કલાકોનું ઓક્સિજન બાકી

ટાઈટેનિકનો (Titanic) ભંગાર બતાવવા માટે લઈ જવામાં આવેલી પ્રવાસી સબમરીન ટાઈટનનો 80 કલાક બાદ પણ કોઈ પત્તો મળ્યો નથી. આ સબમરીન (Submarine) ઉત્તર એટલાન્ટિક સમુદ્રમાં ગુમ થઈ ગઈ છે. ત્યારથી અત્યાર સુધી તેને શોધવાના ભરચક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે પણ કંઈ મળ્યું નથી. કેનેડિયન જહાજે ચોક્કસપણે પાણીની નીચેથી કેટલાક અવાજો સાંભળ્યા હતા પરંતુ ત્યારબાદ કંઈપણ મળ્યું ન હતું. ચિંતાની વાત એ છે કે આ સબમરીનમાં માત્ર થોડા કલાકોનો જ ઓક્સિજન (Oxygen) બચ્યો છે. આ સબમરીનમાં 5 લોકો સવાર છે જેઓ આ સબમરીનમાંથી ટાઈટેનિકનો કાટમાળ જોવા જઈ રહ્યા હતા.

આઠ ફૂટ લાંબી અને 9 ફૂટ પહોળી સબમરીન છેલ્લા ત્રણ દિવસથી એટલાન્ટિક મહાસાગરમાં ગુમ થઈ ગઈ છે. હવે આ સબમરીનને લઈને અનેક તર્ક વિતર્કો થઈ રહ્યાં છે. લોકોનું કહેવું છે કે શું આ સબમરીન પાતાળ સુધી પહોંચી ગઈ છે, જે આજ સુધી મળી શકી નથી? તો કેટલાકનું કહેવું છે કે ખૂબ ઉંડે ગયેલી સબમરીન પાણીના પ્રેશરથી ફાટી ગઈ હશે. કેનેડિયન કોસ્ટ ગાર્ડનું વાહન સતત આ સબમરીન વિશે જાણવાનો પ્રયાસ કરી રહ્યું છે. એક દિવસ પહેલા સમાચાર આવ્યા છે કે કેનેડિયન કોસ્ટ ગાર્ડના વાહનને દરિયાની અંદરથી કેટલાક અવાજો સંભળાયા છે. આનાથી એક આશા જાગી હતી પરંતુ કોઈ ઉકેલ મળ્યો નથી.

યુએસ કોસ્ટ ગાર્ડે કહ્યું કે સર્ચ ટીમોએ મંગળવારે વિસ્ફોટનો અવાજ ક્યાંથી આવ્યો તે શોધવા માટે પાણીની અંદર રોબોટિક સર્ચ ઓપરેશન (ROV) હાથ ધર્યું હતું. જો કે કોઈ ફાયદો થયો નથી. કોસ્ટ ગાર્ડે આ વિશે કોઈ ચોક્કસ માહિતી આપી નથી. સંશોધકો ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં 300-માઈલના પટનું નિરીક્ષણ કરી રહ્યા છે. જો કે આમાં એક સેકન્ડનો વિલંબ પ્રવાસીઓના જીવ સામે જોખમ ઉભું કરી રહ્યો છે. કારણ કે હવે થોડા કલાકોનો જ ઓક્સિજનના બાકી છે.

ગુમ થયેલી સબમરીનને શોધવા માટે બહુરાષ્ટ્રીય ઓપરેશન ચાલી રહ્યું છે. રેસ્ક્યુ ટીમ 24 કલાક કામ કરી રહી છે. જ્યારે આ સબમરીન ગુમ થઈ ત્યારે તેમાં 96 કલાકનો ઓક્સિજન બચ્યો હતો. ક્રૂ પાસે મર્યાદિત રાશન પણ હતું. જો કે વિસ્ફોટના અવાજ બાદ લોકોને આશા છે કે સબમરીન પર સવાર લોકો જીવિત છે. જો કે નિષ્ણાતો તેમના સ્ત્રોતની પુષ્ટિ કરી શક્યા નથી. કોસ્ટ ગાર્ડના કેપ્ટન જેમી ફ્રેડરિક્સે કહ્યું કે અવાજો વિશે ચોક્કસ કંઈ જાણી શકાયું નથી. પરંતુ હજુ પણ આશા છે કે લોકોને બચાવી લેવાશે.

કેવી દેખાય છે સબમરીન?
આ 22 ફૂટ લાંબી સબમરીન એક ક્યુબિકલ જેવી દેખાય છે જે અંદરથી નવ ફૂટ પહોળી અને આઠ ફૂટ લાંબી છે. આ સબમરીનમાં ચાલવાની પણ જગ્યા નથી. આમાં આઠ કલાકની મુસાફરી ખૂબ જ મુશ્કેલ બની જાય છે. સમુદ્રની સપાટીથી ટાઇટેનિકના કાટમાળ સુધીની મુસાફરીમાં સામાન્ય રીતે ત્રણ કલાક લાગે છે. ત્યાં પહોંચ્યા બાદ તેમાં રહેલી લાઇટ્સ સંપૂર્ણપણે હલકી થઈ જાય છે. આ પછી એક પોર્ટહોલ દ્વારા પ્રવાસીઓ ટાઇટેનિકનો કાટમાળ દેખાડવામાં આવે છે.

પ્રવાસીઓ પાસે કોન્ટ્રાક્ટ પર સહી લેવાય છે
ટાઇટનમાં ચડતા પહેલા તમામ મુસાફરો પાસેથી બાંહેધરી લેવાય છે કે તે એક પ્રાયોગિક જહાજ છે અને તેને કોઈપણ સત્તાધિકારી દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યું નથી. આ સિવાય કોઈપણ પ્રકારની શારીરિક ઈજા, અપંગતા, ભાવનાત્મક નુકસાન કે મૃત્યુની જવાબદારી તેમની પોતાની છે. તેઓએ આ નિયમો સાથે એક કાગળ પર સહી કરવી પડશે.

Most Popular

To Top