National

બ્રિજભૂષણ સિંહ વિરુદ્ધ હવે સાંસદ-ધારાસભ્યોને સાંભળનાર કોર્ટમાં થશે સુનવણી

નવી દિલ્હી: રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના (WFI) વર્તમાન અધ્યક્ષ બ્રિજભૂષણ સિંહ વિરૂદ્ઘ જાતીય સતામણીના (Sexual Harassment) મામલે આજે કોર્ટમાં (Court) સુનવણી થઇ છે. જો કે હમણા સુધી આ કેસ દિલ્હીના (Delhi) રાઉઝ એવેન્યૂ કોર્ટમાં (CMM) ચાલી રહ્યો હતો. પરંતુ હવે આ કેસની સુનવણી કોર્ટ ઓફ એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ (ACMM) કરશે જે સાંસદ અને ધારાસભ્યો મામલે સુનવણી કરે છે. મળતી માહિતી મુજબ આ કેસની બીજી સુનવણી 27 જુને થશે. જો કે થોડાં દિવસ પહેલા જ દિલ્હી પોલીસે આ કેસમાં 1500 પેજની ચાર્જશીટ દાખલ કરી હતી.

  • આ કેસની સુનવણી ACMM-MPMLA કોર્ટમાં થશે
  • 6 પુખ્ત મહિલા કુસ્તીબાજોની ફરિયાદ પર ચાર્જશીટ દાખલ કરવામાં આવી
  • સગીર કુશ્તીબાજે પોતાનો કેસ પાછો ખેંચ્યો

ACMM કોર્ટમાં થશે સુનવણી
રાઉઝ એવેન્યૂ કોર્ટના ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ દ્વારા બ્રિજભૂષણ સિંહ વિરૂદ્ઘ જાતીય સતામણીના કેસને કોર્ટ ઓફ એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ (ACMM-MPMLA)ને સોંપવામાં આવ્યુ છે. એમીએમએમ કોર્ટે રેસલર્સની અરજી સાંભળી અને તેમણે આ મામલે સ્ટેટસ રિપોર્ટની પણ માંગણી કરી હતી. હવે આગળની કાર્યવાહી માટે 27 જૂને સુનવણી કરવામાં આવશે.

બ્રિજભૂષણ સિંહ વિરૂદ્ઘ છ જાતીય સતામણીના કેસ
હાલ બ્રિજભૂષણ સિંહ વિરૂદ્ઘ છ જાતીય સતામણીના કેસ નોંધાયેલ છે. દિલ્હી પોલીસે 6 પુખ્ત મહિલા કુસ્તીબાજોની ફરિયાદ પર 1500 પેજની ચાર્જશીટ દાખલ કરી છે. મહિલા કુસ્તીબાજોએ રેસલિંગ એસોસિએશનના પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. તેઓ લાંબા સમય સુધી રસ્તાઓ પર પ્રદર્શન કરી રહ્યા હતા, ત્યારબાદ તેમની સામે કેસ નોંધવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસે આ કેસમાં ઘણા લોકો અને પીડિતોના નિવેદન નોંધ્યા છે. જો કે સગીર કુશ્તીબાજે પોતાનો કેસ પાછો ખેંચી લીધો હતો. જે બાદ દિલ્હી પોલીસ દ્વારા બ્રિજભૂષણ સિંહ સામે પોક્સો એક્ટ હેઠળ નોંધાયેલ FIRને રદ્દ કરવાની માંગ કરાવામાં આવી હતી.

દિલ્હી પોલીસે 1500 પેજની ચાર્જશીટ દાખલ કરી
ભાજપે સાંસદ બ્રિજભૂષણ સિંહ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. દિલ્હી પોલીસના પ્રવક્તા સુમન નલવાએ કહ્યું કે 6 પુખ્ત કુસ્તીબાજોના કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ કલમ 354, 354-A અને D હેઠળ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. વિનોદ તોમર વિરુદ્ધ કલમ 109, 354, 354 (A), 506 હેઠળ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.

Most Popular

To Top