Sports

પ્લે-ઓફની આશા જીવંત રાખવા બુધવારે દિલ્હી કેપિટલ્સ સામે મોટી જીત પર પંજાબ કિંગ્સની નજર

ધર્મશાળા: આઇપીએલમાં (IPL) બુધવારે જ્યારે પંજાબ કિંગ્સ (PBKS) અહીં દિલ્હી કેપિટલ્સ (DC) સામે મેદાનમાં ઉતરશે ત્યારે તેમની નજર મોટી જીત મેળવીને પ્લેઓફની આશા જીવંત રાખવા પર મંડાયેલી હશે. આ મેચમાં દિલહી કેપિટલ્સ હરીફ ટીમનું સમીકરણ બગાડી શકે છે. પંજાબ કિંગ્સ માટે હાલની સિઝન રોલર-કોસ્ટર રાઈડ સમાન રહી છે, જેમાં છ હાર અને છ જીત સામેલ છે. તેઓ 12 પોઈન્ટ સાથે આઠમા સ્થાને છે અને હજુ પણ ક્વોલિફાયરની દાવેદારીમાં છે. જો કે, તેમણે પોતાની નેટ રન રેટ સુધારવાની જરૂર છે, ગયા અઠવાડિયે કેપિટલ્સ સામે 31 રનની જીતે તેમના નેટ રનરેટ સુધારી હતી.

પંજાબે બેટિંગમાં વધુ સારા પ્રયત્નો કરવા પડશે. દિલ્હી સામે ઓપનર પ્રભસિમરન સિંહે એકલા હાથે લડ્યો હતો. ધવન અને પ્રભસિમરન સિંહને છોડીને, અન્ય બેટ્સમેનોએ પોતાનો ફાળો આપી શક્યા નથી. જ્યારે તેમના બોલરો પણ હજુ સુધી બેટ્સમેનોએ મૂકેલા ટોટલને ડિફેન્ડ કરવામાં મોટાભાગે નિષ્ફળ રહ્યા છે. દિલ્હી માટે આ મેચમાં જીત-હારનું કોઇ મહત્વ નથી, છતાં તેઓ પોતાની શાખ બચાવવા માટે આ મેચ જીતવાની સાથે જ પંજાબ કિંગ્સનું સમીકરણ બગાડી શકે છે. તેમની ટીમમાં ભારતીય બોલરો બેટ્સમેનોની જેમ ખરાબ પ્રદર્શન કરી રહ્યા નથી. તેમની ચારમાંથી ત્રણ જીત પ્રભાવશાળી બોલિંગ પ્રદર્શનને કારણે મળી છે.

Most Popular

To Top