નવી દિલ્હી: જેકલીન ફર્નાન્ડિસ (Jacqueline Fernandez) બોલિવૂડની (Bollywood) બ્યુટી ક્વીન્સમાંથી (Beauty Queen) એક છે. ચાહકો જેકલીનની સુંદરતાના દિવાના છે. અભિનેત્રીએ પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી (modeling) કરી હતી. બોલિવૂડ ફિલ્મોની ગ્લેમરસ દિવા જેકલીન વર્ષ 2006માં શ્રીલંકા મિસ યુનિવર્સનો તાજ પણ જીતી ચૂકી છે. જો કે હાલમાં આ જેકલીનનો એક વીડિયો વાયરલ (Video Viral) થઈ રહ્યો છે, જેના પર લોકો તેને જોરદાર ટ્રોલ (Troll) કરી રહ્યા છે.
જેકલીનનો વીડિયો વાયરલ થયો?
મિસ યુનિવર્સ શ્રીલંકા પેજન્ટના પ્રશ્ન-જવાબ રાઉન્ડમાં જેકલીનને કોસ્મેટિક સર્જરી (cosmetic surgery) વિશે પૂછવામાં આવ્યું હતું, જેકલીનનો આ જવાબ હવે વાયરલ થઈ રહ્યો છે. લોકોને જેકલીનનો જવાબ ખોટો લાગી રહ્યો છે અને તેના પર લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે.
કોસ્મેટિક સર્જરીના પ્રશ્ન પર જેક્લિને કહ્યું હતું- હું માનું છું કે કોસ્મેટિક સર્જરી એક અનફેર એડવાન્ટેજ છે, કારણ કે મને લાગે છે કે આ સૌંદર્ય સ્પર્ધાની વિરુદ્ધ છે. મહિલાઓએ નેચરલ બ્યૂટીને આપણે સેલિબ્રેટ કરવી જોઈએ. એ વાત પણ મહત્ત્વની છે કે આ સર્જરીનો ખર્ચ કોણ ઉઠાવી શકે છે અને કોણ ઉઠાવી શકતું નથી. બ્યૂટી સ્પર્ધાનો અર્થ આ નથી.’
જેકલીન ફર્નાન્ડિસનો કોસ્મેટિક સર્જરીનો વીડિયો વાયરલ થતાં જ લોકોએ તેના પર પોતાની પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કરી દીધું હતું. કેટલાક લોકોએ જેકલીનને સપોર્ટ કર્યો હતો, પરંતુ મોટાભાગના યુઝર્સે જેકલિનનો વિરોધ કરીને તેનો મજાક ઉડાવ્યો હતો. જેકલીનને ટ્રોલ કરતા એક યુઝરે લખ્યું- હાહાહા… જુઓ કોણ બોલી રહ્યું છે. અન્ય એક યુઝરે ટોન્ટ મારતા લખ્યું હતું કે- હવે કેટલું અલગ દેખાય છે. અન્ય યુઝરે લખ્યું કે- મને તેમને ઓળખવામાં સમય લાગ્યો.
જેકલીનની વાત કરીએ તો હાલ તે ઠગ સુકેશ સાથેના રિલેશનશીપ અને મની લોન્ડરિંગ કેસને લઈને સતત ચર્ચામાં છે. જેકલીન પર સુકેશ પાસેથી કરોડોની ગિફ્ટ લેવાનો આરોપ છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો જેકલીન છેલ્લે રામ સેતુમાં જોવા મળી હતી. જેકલીન હવે રોહિત શેટ્ટીની ફિલ્મ સર્કસમાં જોવા મળશે. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે.
જેકલિનનો જન્મ બહરીનમાં થયો છે. તેણે તેના કરિયરની શરૂઆત ટીવી રિપોર્ટર તરીકે કરી હતી. 2006માં તે મિસ યુનિવર્સ શ્રીલંકા બની હતી અને ત્યાર બાદ મિસ યુનિવર્સ સ્પર્ધામાં શ્રીલંકાને રિપ્રેઝન્ટ કર્યો હતો. જેકલિન ફર્નાન્ડિઝે 2009માં ફિલ્મ ‘અલાદીન’થી બોલિવૂડ ડેબ્યુ કર્યું હતું.