Sports

સિંગાપોર સામે સુરતના હરમિત દેસાઇ અને જી સાથીયાનની જોડીએ ભારતને સરસાઇ અપાવી

બર્મિંઘમ : કોમનવેલ્થ ગેમ્સ ટેબલ ટેનિસમાં ભારતીય ટીમની બીજા રાઉન્ડની મેચમાં સિંગાપોર સામે સુરતના હરમિત દેસાઇ અને જી સાથિયાનની જોડીએ શાઓ ફેંગ એથાન પોહ અને ક્લેરેન્સ ચ્યુ ઝે યુ સામે 11-5, 11-5, 9-11, 11-2થી જીત મેળવીને ભારતને 1-0ની સરસાઇ અપાવી હતી. તે પછી શરત કમલે પેંગ યુ એન કોએન સામે 11-8, 11-9, 11-9થી જીત મેળવીને ભારતને 2-0ની સરસાઇ અપાવી હતી.

કોમનવેલ્થ ટેબલટેનિસ: ભારતની પુરૂષ અને મહિલા ટીમના વિજયી શ્રીગણેશ
શુક્રવારે અહીં કોમનવેલ્થ ગેમ્સમાં (Commonwealth Games) ભારતની મહિલા (Women) અને પૂરૂષ ટીમે પોતપોતાની પહેલા રાઉન્ડની (First Round) મેચોમા સરળ જીત મેળવીને પોતાના અભિયાના વિજયી શ્રીગણેશ કર્યા હતા. મનિકા બત્રાની આગેવાનીમાં મહિલા ટીમે ગ્રુપ-2માં દક્ષિણ આફ્રિકાને જ્યારે જી સાથિયાનની આગેવાનીમાં પુરૂષ ટીમે ગ્રુપ 2માં બાર્બાડોસને 3-0થી હરાવ્યા હતા.

દક્ષિણ આફ્રિકા સામે પહેલી મેચમાં શ્રીજા અકુલા અને રીત ટેનિસનની જોડીએ લૈલા એવર્ડસ અને ડેનિશા પટેલની જોડીને 11-7, 11-7, 11-5થી હરાવી હતી. તે પછી મનિકાએ મુસફિક કલામને પહેલી સિંગલ્સમાં 11-5, 11-3, 11-2થી હરાવી હતી. અકુલાએ બીજી સિંગલ્સમાં ડેનિશાને 11-5, 11-3, 11-6થી હરાવીને ભારતને 3-0થી જીત અપાવી હતી. ભારતીય મહિલા ટીમ પોતાની બીજી મેચ ફિઝી સામે રમશે.

પુરૂષોની ગ્રુપ-2ની પહેલા રાઉન઼્ડની મેચમાં ભારતીય ટીમને હરમીત દૈસાઇ અને જી સાથિયાનની જોડીએ બાર્બાડોસના કેવિન ફેરલી અને ટાયરસ નાઇટની જોડીને 11-9, 11-9, 11-4થી હરાવી ભારતને સરસાઇ અપાવી હતી. શરત કમલે તે પછી રોમન મેક્સવેલને 11-5, 11-3, 11-3થી હરાવીને સરસાઇ 2-0 કરી હતી અને અંતિમ મેચમાં સાથિયાને ટાયરસને 11-4, 11-4, 11-5થી હરાવતા ભારતની 3-0થી જીત થઇ હતી.

Most Popular

To Top