સુરત : ભોપાલથી (Bhopal) સુરતમાં (Surat) લગ્નપ્રસંગમાં આવેલી સગીરાની સાથે તેના જ કૌટુંબિક કાકાએ (Uncle) બળાત્કારનો (Rape) પ્રયાસ કર્યો હતો, લગ્નપ્રસંગના કારણે સગીરાએ કોઇને આ વાત કરી ન હતી. લગ્નપુરા થયા બાદ સગીરા ગુમસુમ રહેતી હોય તેના પરિવારે પુછપરછ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો.
- લગ્નપ્રસંગ પુરો થઇ ગયા બાદ સગીરા ગુમ-સુમ રહેતી હોવાથી પરિવારે પુછ્યું ત્યારે ઘટના બહાર આવી
- ભોપાલથી લગ્નપ્રસંગે સુરતમાં આવેલી સગીરા પર મહારાષ્ટ્રથી આવેલા કાકાએ દાનત બગાડી
પ્રાપ્ત વિગતો મુજબ ભોપાલમાં રહેતી 15 વર્ષિય કાજલ (નામ બદલ્યુ છે) સુરતમાં સંબંધીને ત્યાં પરિવાર સાથે લગ્નપ્રસંગમાં આવી હતી. આ લગ્નપ્રસંગમાં મહારાષ્ટ્રમાં રહેતા કાજલના કૌટુંબિક કાકા ગૌરાંગ (નામ બદલ્યુ છે) પણ આવ્યા હતા. દરમિયાન ઉપરના રૂમમાં કાજલ નહાવા ગઈ હતી. તે નહાઈને બહાર આવી ત્યારે અચાનક જ ગૌરાંગ ત્યાં જઇ ચઢ્યો હતો. કાજલને જોઇને ગૌરાંગની દાનત બગડી હતી અને ગૌરાંગે કાજલને બાથમાં પકડીને છેડતી કરીને બળાત્કારનો પ્રયાસ પણ કર્યો હતો. લગ્નપ્રસંગ ખરાબ ન થાય તે માટે સગીરાએ જે-તે સમયે કોઇ ફરિયાદ કરી ન હતી.
ત્યારબાદ સગીરા પોતાના ઘરે ગઇ ત્યારે ગુમસુમ રહેતી હતી. સગીરાના પરિવારે તેણીને પુછપરછ કરતા સગીરાએ કહ્યું કે, તેના કાકાએ મારી સાથે બદકામનો પ્રયાસ કર્યો કર્યું છે, અને મને મારી નાંખવાની ધમકી આપી છે. બનાવ અંગે ઉધના પોલીસમાં ફરિયાદ કરવામાં આવતા ઉધના પોલીસે ગુનો નોંધીને આરોપી ગૌરાંગની ધરપકડ કરી હતી.
પોતાના જ ઘરમાં યુવતીઓને દેહવ્યાપાર માટે બોલાવતી મહિલાનાં જામીન નામંજૂર
સુરત: કાપોદ્રામાં મહિલાએ ભાડેથી મકાન રાખી બહારથી બે યુવતીને બોલાવી દેહવ્યાપાર શરૂ કર્યો હતો. આ ગુનામાં મહિલાએ કરેલી જામીનઅરજી નામંજૂર કરાઇ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ કાપોદ્રાના સાગર રોડ ઉપર અશોક વાટિકામાં રહેતી અલ્પા પરેશ બારડે પોતાના જ ઘરે દેહવ્યાપાર શરૂ કર્યો હતો. અલ્પા અન્ય બે યુવતીને પોતાના ઘરે બોલાવી અલગ અલગ વ્યક્તિઓને શરીર સુખ માટે ફોન કરીને બોલાવી દેહવ્યાપાર કરાવતી હતી. જે અંગે પોલીસે અલ્પાના ઘરે રેડ પાડી તેણીને પકડી પાડી હતી. આ ઉપરાંત અન્ય બે યુવતી તેમજ બે ગ્રાહકની પણ ધરપકડ કરી 27 હજારનો મુદ્દામાલ કબજે કરાયો હતો. દરમિયાન અલ્પા બારડે કોર્ટમાં જામીનમુક્ત થવા માટે અરજી કરી હતી. જે અરજી ચાલી જતાં કોર્ટે અલ્પાની જામીનઅરજી નામંજૂર કરતો હુકમ કર્યો હતો.