Gujarat

ગીર જંગલ નજીક ગ્રામ્ય વિસ્તારના રસ્તા પર ભરબપોરે સિંહ કપલ ફરવા નીકળ્યા

ગીર સોમનાથ: ગીરના (Gir) જંગલની બોર્ડરની નજીક એક ગામના રસ્તા પર સિંહ (Loin) અને સિંહણ (Lioness) ભરબપોરે લટાર મારતાં જોવા મળ્યા હતા. જ્યાં રોડ પરથી પસાર થતા લોકોને આ અદભુત નજારો જોવા મળ્યો હતો. આ દરમિયાન એક વાહનચાલકે પોતાના મોબાઈલમાં સિંહ અને સિંહણનો સાથે લટાર મારતા હોય તેવો દુર્લભ નજારો કેદ કરી લીધો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ભરબપોરે સિંહ-સિંહર ફરવા નીકળ્યા
ગીરનાં જંગલ નજીકના ગ્રામ્યવિસ્તાર પાસે રોડ પર ભરબપોરે સિંહ અને સિંહણ સાથે જોવા મળતાં રોડ પરથી પસાર થતાં લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા અને તેમને જોઈને વાહનોના પૈડા પણ થંભી ગયા હતા. નોંધનીય છે કે અસંખ્ય ગરમી અને ઉકાળતાના કારણે વન્યપ્રાણી જંગલોમાંથી બહાર ગ્રામ્ય વિસ્તારો તરફ આવી પહોંચે છે. ત્યારે વધુ એક વખત સિંહ કપલ ગ્રામ્ય વિસ્તારના કોઈ રસ્તા ઉપર આંટાફેરા કરતા જોવા મળ્યા છે. જેનો વીડિયા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોવા મળતા મુજબ ભરબપોરે અચાનક જ સિંહ-સિંહણ રસ્તા ઉપર ચડી આવ્યા હતા.

ગ્રામના રસ્તા પરથી પસાર થતા સિંહ-સિંહણને જોઈને રાહદારીઓના પગ અને વાહનોના પૈડા થંભી ગયા હતા. જ્યાં સિંહ અને સિંહણ રસ્તા પરથી ચાલતા ચાલતા આગળ નીકળી ગયા હતા. ત્યારે સિંહોની સામે રસ્તા ઉપર ઉભી રહી ગયેલી એક ફોર વહીલ વાહનના ચાલકે બંન્ને સિંહોના દ્રશ્યો પોતાના મોબાઈલમાં કેદ કરી લીધા હતા.

 વલસાડ જિલ્લામાં 22 દીપડા વધ્યા
વલસાડ: વિશ્વમાં 5 જૂનના દિવસને વિશ્વ પર્યાવરણ દિવસ (World Environment Day) તરીકે ઉજવણી (Celebration) કરવામાં આવે છે, ત્યારે વલસાડ (Valsad) જિલ્લામાં ઉત્તર અને દક્ષિણ વન વિભાગમાં દીપડાઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. 2016ના વર્ષમાં દીપડાઓની સંખ્યા 18 હતી, જે વધીને વર્ષ 2019ની છેલ્લી ગણતરી મુજબ 42 થઈ છે. તો છેલ્લા 5 વર્ષમાં મનુષ્ય પર હુમલાના 24 બનાવ બન્યા છે, પશુધન શિકારના 104 બનાવ બન્યા હતા. મનુષ્ય અને પશુધનની સુરક્ષા માટે વલસાડ વન વિભાગ દ્વારા છેલ્લા 3 વર્ષમાં માનવભક્ષી ગણાતા 8 દીપડાને પકડી અન્ય વિસ્તારના જંગલોમાં છોડવામાં આવ્યા છે. જેના કારણે માનવ પર હુમલાના બનાવ ઘટતા પ્રજાને રાહત થઈ છે.

ધરમપુર-કપરાડા અને ઉમરગામ તાલુકામાં જંગલ, વાંસ અને શેરડીના ખેતરોનું પ્રમાણ વધુ હોવાથી વલસાડ જિલ્લો દીપડા માટે આશ્રયસ્થાન બન્યો છે. ઉનાળામાં જંગલ વિસ્તારમાં પીવાના પાણીના અભાવે દીપડા પાણી અને શિકારની શોધમાં રહેણાંક વિસ્તારમાં આવી પહોંચે છે. વલસાડ જિલ્લામાં જંગલોનું પ્રમાણ જળવાઈ રહે અને દરિયા કાંઠાના ધોવાણને અટકાવવા માટે છેલ્લા 5 વર્ષમાં ઉત્તર અને દક્ષિણ વન વિભાગ દ્વારા કુલ 9130.55 હેક્ટર જમીન વિસ્તારમાં સાગ, વાંસ, સીસમ, ઔષધીય વનસ્પતિ અને મેન્ગ્રુવનું વાવેતર કરાયું હતું. તો દરિયાનું ધોવાણ અટકાવવા 270 હેક્ટરમાં મેન્ગ્રુવનું વાવેતર કરાશે.

Most Popular

To Top