વડોદરા: શહેરના ફતેગંજ વિસ્તારમાં રહેતી પરિણીતાને તેના સાબરકાંઠાના સાસરીયાઓ ભેગા મળી દહેજની માંગણી કરી ખુબ ત્રાસ આપતા હતા. તેમજ પરિણીતા દિકરીને જન્મ આપ્યો હોવાતી સાસરીયાએ અમારે દિકરો જોઈતો હતો દિકરીને લઈને ઘરમાંથી નીકળી જા નહીં તો પેટ્રોલી છાંટી સળગાવી દઈશું તેવી ધમકીઓ આપતા આ મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. વડોદરા મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુના નોંધી કાર્યવાહી હાથ ધરી છે. શહેરના ફતેગંજ વિસ્તારમાં રહેતી પરિણીતાએ તેના પતિ સંકેત સુરેશભાઈ પટેલ, સસરા સુરેશભાઈ પટેલ, સાસુ વિમળાબેન પટેલ(ત્રણેય રહે, પ્રાંતીજ, સાબરકાંઠા) તથા મામા સસરા જયંતિભાઈ મથુરદાસ પટેલ(રહે, અમદાવાદ) વિરૂદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારા લગ્ન સમાજના રીતીરીવાજ મુજબ વર્ષ 2015માં સંકેત પટેલ સાથે થયા હતા. પતિએ એંજીનીયરીંગમાં પીએચડી કર્યું છે.
લગ્નના પ્રથમ દિવસથી જ સાસરીયા ત્રાસ ગુજારતા હતા. અને લગ્નમાં સંબંધીઓએ આપેલા દાગીના, રોકડ વગેરે જુવું મારી પાસેથી લઈ લીધા હતા. અને જણાવતા હતા કે, નવા નવા લગ્ન છે તારે પૈસાની શુ જરૂર છે. તે વસ્તુ તારા પિતાએ દહેજ પેટે આપી છે. જે અમારી છે.પતિનું કોઈ કાયમી રહેઠાણ ન હોવાથી મારા પિતા પાસેથી નવુ ઘર ખરીદવા માંગણી કરતા હતા. પરંતુ તે સમયે અમે વડોદરા મારા બહેનના ઘરે રહેતા હતા. લગ્નના ત્રણ વર્ષ બાદ એક દિકરીનો જન્મ થયો હતો. સાસુ-સસરા શિક્ષક તરીકે નોકરી કરતા હતા. મે દિકીને જન્મ આપ્યો હોવથી તેઓ મને મહેણ ટોમા મારતા હતા.
મારા માતા પિતા કેનેડા જવાના હોવાનું જાણી સાસરીયા વડોદરા આવી દે એક દિકરીને જન્મ આપ્યો હોવાથી જોઈ લેવાની ધમકી આપતા હતા. અને જણાવતા કે, તારા માતા પિતાને તું એકલી જ અહીં છે. તો તારા માતા પિતા અમારા છોકરાને ધંધામાં કેમ નથી લેતા તે દિકરીને જન્મ આપ્યો છે તું ક્યાં જવાની, તું અમારા કુટુંબને જાણતી નથી બધા તને મારવા લે. સાસરીયા દિકરીનો કોઈ પણ ખર્ચ કર્યો ન હતો. અને મારા પિતાના મિલકતમાંથી બળજબરીપુર્વક દહેજ પેટે રકમની અવારનવાર માંગણી કરી ત્રાસ આપતા હતા. સાસરીયાઓએ લોકડાઉનના સમયમાં ભેગા મળી જણાવતા હતા કે, અમારે તને રાખવી નથી, તે તારા કોખેથી માત્ર છોકરીઓને જન્મ આપ્યો છે. અમારે પુત્ર જોઈતો હતો. તારે અહીંયા રહેવું નહીં તુ તારા બાળકને લઈ અહીંથી જતી રહે નહીં તો પેટ્રોલ છાંતી તને સળગાવી નાખીશું અને કોઈને ખબર પણ પડશે નહીં. તેમ જણાવી મારી સાથે મારઝુડ કરી હતી. માતા પિતએ આપેલા મકાનમાં જ્યાં હું તથા પતિ રહીએ છે. ત્યાંથી મને અને દિકરીને પતિએ તરછોડી પ્રાંતીજ જતા રહ્યા હતા. સાસરીયા એક સંપ થઈ દહેજની લાલચમાં મારી સાથે ખુબ મારઝુડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા.