રાજપીપલા : નર્મદા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના માર્ગદર્શન અને રાહબરી હેઠળ નર્મદા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપનતંત્ર દ્વારા આજે બપોરે આશરે ૧૨:૦૦ વાગ્યાના સુમારે જિલ્લાના નાંદોદ તાલુકાના પોઇચા ગામે નર્મદા નદીમાં સરદાર સરોવર નર્મદા ડેમની પાણીની સપાટીમાં ઝડપથી વધારો થતાં એકાએક નર્મદા ડેમમાંથી પાણીનો જથ્થો છોડવાને લીધે પાણીના ઝડપી પ્રવાહમાં ચાર જેટલા પ્રવાસીઓ તેમજ બોટમાંથી ૮ થી ૧૦ વ્યક્તિઓને લઇને જતી આ બોટે તેનું સંતુલન ગુમાવતાં રાહત બચાવની કામગીરી અંગેનું સફળ મોકડ્રીલ, ફાયરબ્રિગેડ, આપદા મિત્રો, પોલીસ વિભાગ, ૧૦૮-એમ્બ્યુલન્સ સેવા વગેરેની ઉપસ્થિતિમાં યોજાયું હતું.
તદ્દઅનુસાર, આજે બપોરે આશરે ૧૨:૦૦ વાગ્યાના સુમારે પોઇચા ગામે નર્મદા નદીના કાંઠેથી ચાર પ્રવાસીઓના પાણીમાં ડુબવાની તેમજ ગ્રામજનોને કુબેરભંડારીએ લઇ જતી બોટમાંથી એક વ્યકિતની ડુબવાની ઘટનાં સર્જાયા બાદ તેની જાણ મોબાઇલ ફોન દ્વારા ગ્રામજનો તરફથી રાજપીપલા મુખ્યમથકે કાર્યરત જિલ્લા ડિઝાસ્ટર કંન્ટ્રોલ રૂમને કરાઇ હતી. જિલ્લા ડિઝાસ્ટર કંન્ટ્રોલ રૂમને આ ઘટનાની જાણકારી મળતાંની સાથે જ વડોદરાની
એન.ડી.આર.એફ તેમજ રાજપીપલા પાલિકાની ફાયરબ્રિગેડ અને આપદામિત્રની ટીમની રાહત બચાવ મદદ માંગતાં, એન.ડી.આર.એફનાં કમાન્ડન્ટ રાજેશ કુમાર મહલાવતના નેતૃત્વ હેઠળ જરૂરી સાઘનો સાથેની ફલ્ડ રેસ્કયુ ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને દુર્ઘટનામાં ડૂબી રહેલી વ્યકિતઓ માટે બચાવ રાહત કાર્ય હાથ ધરાયું હતું. જે પૈકી ત્રણ વ્યક્તિઓને ક્ષેમકુશળ નદીમાંથી બહાર કઢાયાં હતાં અને તેમાં ગંભીરપણે અસરગ્રસ્ત બે વ્યક્તિઓને પ્રાથમિક સારવાર આપ્યાં બાદ વધુ સારવાર માટે રાજપીપલા સિવીલ લ ખાતે ખસેડાયા હતા.
રાજપીપલાના ડિઝાસ્ટર વિભાગના ડી.પી.ઓ સાયબલ સરકારે દુર્ઘટનાં ન સર્જાય માટે લેવાતાં સાવચેતીના તમામ પગલાંઓ તેમજ દુર્ઘટનાં બાદ હાથ ધરાતી રાહત-બચાવ કામગીરીમાં આવરી લેવાતી બાબતો અંગે લોકો માહિતગાર થાય તે માટે મોકડ્રીલનું આયોજન કરાયું હોવાનું જણાવ્યું હતું.મોકડ્રીલમાં ડી.પી.ઓ સાયબલ સરકાર, એન.ડી.આર.એફ. નાં ડેપ્યુટી કમાન્ડન્ટ સરોજકુમાર શાહુ, રાજપીપલા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઇ શ્રી મોહનસિંહ રાઠવા, ગ્રામજનો વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.