National

રવિવારે 9 મિનિટનો અંધારપટ આ રીતે પાવર કંપનીઓ માટે અત્યંત પડકારજનક!!

કોરોના સામેની લડતમાં દેશવાસીઓ પોતાને એકલા ન અનુભવે અને એક્તના દર્શન થાય એ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આવતી કાલે રવિવારે રાત્રે 9 કલાકે 9 મિનિટ માટે લાઇટો બંધ કરીને દીવા, મીણબત્તી કે મોબાઇલની ફ્લેશ લાઇટ પ્રજવલ્લિત કરવા આહ્વાન આપ્યું છે. દરેક ઘર માટે આનું અનુસરણ કરવું એકદમ સહેલું છે પણ દેશની વીજળીની જરૂરિયાતો પૂરી પાડતા નેશનલ ઇલેક્ટ્રિસિટી ગ્રિડ માટે આ કામ અત્યંત પડકારજનક છે. 9 મિનિટ દરમ્યાન અને એના પછીના ગાળામાં આધારભૂત વીજપુરવઠો જાળવી રાખવા તેણે ઘણું બધું કામ કરવું પડશે.

આને મેનેજ કરવું કેમ મુશ્કેલ?
ભારતની પાવરની માગનો બેઝલોડ આશરે 160 ગિગાવોટ્સ એટલે કે 160000 મેગાવોટ્સ છે. પાવર સિસ્ટમ ઓપરેશન કૉર્પોરેશન લિમિટેડ (પોસોકો) નામની કંપની નેશનલ લોડ ડિસ્પેચ સેન્ટરનું કામ કરે છે અને નેશનલ ઇલેક્ટ્રિસિટી ગ્રિડનું કામ કરે છે. તે પાવરની દૈનિક માગની આગાહી કરે છે અને એના આધારે પાવર જનરેટર્સથી સપ્લાય રેગ્યુલેટ કરે છે. ચોક્ક્સ ફ્રિકવન્સી (48.5 – 51.5 હર્ટ્ઝ) માં ગ્રિડની સ્થિરતા જાળવવા અને આપણી પાસે ઇલેક્ટ્રિક સ્ટોરેજ મિકેનિઝમ પૂરતી ન હોવાથી આ આગાહીની ચોક્કસતા બહુ અગત્યની છે જેથી પાવર ડિમાન્ડ સપ્લાય સાથે સતત મૅચ રહે. હવે આ 9 મિનિટ દરમ્યાન લગભગ 10000-12000 મેગાવોટ્સ પાવર ડિમાન્ડ ઘટી જશે એવો અંદાજ પાવર ઇન્ડસ્ટ્રીઝના નિષ્ણાતો લગાવે છે. એટલે પોસોકોએ 9 મિનિટ દરમ્યાન એ મુજબનો પાવર સપ્લાય ઘટાડી દેવાની જરૂર પડશે. 9 મિનિટ બાદ તરત બેઝલોડ વધતા સપ્લાય વધારવો પડશે. આનું વ્યવસ્થાપન કરવામાં એકેય ખોટું પગલું, હાઇ વૉલ્ટેજ સર્જ, લાઇન ટ્રિપિંગ, નેશનલ ગ્રિડને નુક્સાન અને લંબાયેલા અંધારપટ (પાવર કટ)માં પરિણમી શકે છે.

શું ભારતને આવા આયોજિત પાવર શટડાઉનનો અનુભવ છે?
પાવર ડિમાન્ડમાં મોટો ફેરફાર થયો હોય એનો તાજો દાખલો 22 માર્ચના જનતા કર્ફ્યુનો છે. ત્યારે નેશનલ પાવર ડિમાન્ડ 21 માર્ચના 161 ગિગાવોટ્સથી 26 ગિગાવૉટ્સ ઘટીને 135 ગિગાવૉટ્સ થઈ હતી. 24 કલાકમાં 26000 મેગાવૉટ્સનો તફાવત સફળતાપૂર્વક હૅન્ડલ કરાયો હતો એમ ઉર્જા મંત્રાલયના અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું હતું.
રવિવારના નિર્ધારિત અંધારપટમાં માત્ર લાઈટો બંધ થશે. ઘરના બીજા એપ્લાયન્સીસ-ઉપકરણો ચાલુ રહી શકે છે એટલે માગમાં ફેરફારનો માપ નાનો હશે પણ 10-15 મિનિટનો સમય હશે એટલે ખરી આગાહી કરવાનો સહેજ ઐતિહાસિક અનુભવ હશે.

અંધારપટ માટે પાવર ઇન્ડસ્ટ્રી કેવાં પગલાં લઈ રહી છે?
શુક્રવારે આખો દિવસ પોસોકો અને પાવર ગ્રિડ કૉર્પોરેશને રાજ્ય અને પ્રાદેશિક લૉડ ડિસ્પેચ સેન્ટર્સ સાથે વીડિયો કોન્ફરન્સ કર્યા કરી. યુપી લૉડ ડિસ્પેચ સેન્ટરે આગાહી કરી કે 3000 મેગાવૉટ્સનો તીવ્ર ઘટાડો 9 વાગાથી થશે. રાજ્યએ સૂચવ્યું કે રવિવારે 8 વાગ્યાથી વારાફરતી લૉડ શેડિંગ શરૂ કરી દેવું. 9:09 કલાકે પતે એટલે ફરી વધારવું.

કઈક ભૂલ થઈ તો સુધારતા અઠવાડિયું લાગશે
પાવર ઉદ્યોગના નિષ્ણાતોએ કહ્યું કે સપ્લાય સર્જ મેનેજ કરવામાં મદદ મળે એવાં પગલાં અપનાવી રહ્યા છે. જો કે વિન્ડ અને થર્મલ પ્લાન્ટ્સ શટ ડાઉન ન થઈ શકે. અને સોલર પ્લાન્ટ્સ રાતે ચાલતા નથી. એટલે હાયડેલ અને ગેસ પાવર પ્લાન્ટ્સ અટકાવવા પર ફોકસ છે. આ પ્લાન્ટ્સ રિસ્ટાર્ટ કરવા મુશ્કેલ નથી. વળી હાલ કોરોનાને લીધે નીચી ક્ષમતાએ ચાલે છે. તકલીફ એ છે કે દસમી મિનિટે બધા લાઇટ ચાલુ કરવા જાય તો મર્યાદિત સપ્લાય માગમાં અચાનક ઉછાળાને પહોંચી ન વળે. જો કોઇ ભૂલ થાય તો સુધારતા અઠવાડિયું લાગે એવી ભીતિ નિષ્ણાતોએ વ્યક્ત કરી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top