World

રશિયાની સ્કૂલમાં આડધેડ ફાયરિંગ કરી 9ને મોતને ઘાત ઉતાર્યા બાદ હુમલાખોરનો આપઘાત

રશિયા: મધ્ય રશિયામાં (Russia) એક શાળા (School) પર ફાયરિંગ (Firing) કરવાની ઘટના સામે આવી રહી છે. ઘટનાસ્થળેથી મળી રહેલી પ્રાથમિક માહિતી અનુસાર, વિસ્તારની એક કિન્ડરગાર્ટન સ્કૂલમાં સતત ફાયરિંગ કરવામાં આવી હતી. અચાનક થયેલા આ ફાયરિંગથી આસપાસના લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. સ્થાનિક પ્રશાસને ફાયરિંગની આ ઘટનામાં બે માસૂમ શાળાના બાળકો સહિત એક શિક્ષકના મોતની (Death) પુષ્ટિ કરી છે.

તમને જણાવી દઈએ કે સોમવારે સવારે એક બંદૂકધારીએ સ્કૂલ પર હુમલો કર્યો હતો. ઉદમુર્તિયા ક્ષેત્રના ગવર્નર, એલેક્ઝાંડર બ્રોચાલોવે એક વિડિયો બહાર પાડ્યો હતો જેમાં જણાવ્યું હતું કે પ્રદેશની રાજધાની, ઇઝેવસ્કમાં એક અજાણ્યો હુમલાખોર એક શાળામાં ઘૂસી ગયો હતો, જેમાં એક સુરક્ષા ગાર્ડ અને ત્યાં હાજર કેટલાક બાળકોની હત્યા કરી હતી. “પીડિતોમાં બાળકો પણ સામેલ છે. લોકો ઘાયલ પણ થયા છે.” જે શાળામાં હુમલો થયો હતો ત્યાં ધોરણ 1 થી 11 સુધીના વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે. ગવર્નર અને સ્થાનિક પોલીસનું કહેવું છે કે બંદૂકધારીએ પોતાને ગોળી મારી હતી.

હુમલાખોર વિશે હાલ કોઈ માહિતી નથી
અધિકારીએ જણાવ્યું કે શાળાને ખાલી કરાવવામાં આવી છે અને વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. હુમલાખોર કોણ હતો અને તેનો હેતુ શું હતો તે અંગે હજુ સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી. ઇઝેવસ્કમાં 640,000 લોકો રહે છે. તે મોસ્કોથી લગભગ 960 કિમી પૂર્વમાં, મધ્ય રશિયાના ઉરલ પર્વત વિસ્તારની પશ્ચિમમાં સ્થિત છે.

ગૃહ મંત્રાલયે તપાસના આદેશ આપ્યા છે
આ હુમલાના સમાચાર મળતા જ શહેર પોલીસ અને વહીવટી સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. જ્યારે સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે એક સશસ્ત્ર હુમલાખોર ફાયરિંગ કરતો જોવા મળ્યો હતો. જવાબી કાર્યવાહીમાં હુમલાખોરનું સ્થળ પર જ મોત થયું હતું. ગૃહ મંત્રાલયે આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે.

શહેરના માહિતી વિભાગના વડા, દિમિત્રી કમલે, ઉલિયાનોવસ્ક વિસ્તારમાં ફાયરિંગ બંધ થયા પછી પત્રકારોને આ માહિતી જણાવી હતી. હાલમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન હુમલાખોર સહિત ચાર લોકોના મોત થયા છે. બાળકોની ઉંમર વિશે ચોક્કસ માહિતી ઉપલબ્ધ નથી. જ્યારે પોલીસ અધિકારીઓનું કહેવું છે કે ફાયરિંગમાં માર્યા ગયેલા બાળકોની ઉંમર ત્રણથી છ વર્ષની વચ્ચે હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં શાળાઓ પર હુમલાના આવા કિસ્સા અવારનવાર સામે આવે છે. જ્યાં શાળાઓને એટલી વાર નિશાન બનાવવામાં આવી હતી કે છેલ્લા કેટલાક દાયકાઓમાં સેંકડો નિર્દોષ લોકોએ પોતાના જીવ સાથે કિંમત ચૂકવવી પડી હતી. તેથી છેલ્લા ઘણા સમયથી ગન લો એટલે કે બંદૂક રાખવાના કાયદામાં ફેરફાર કરવાની માંગ કરવામાં આવી રહી છે.

Most Popular

To Top