World

ઈઝરાયેલના મિસાઈલ હુમલામાં ગાઝાના હમાસ કમાન્ડર સહિત 14 લોકોના મોત

ગાઝા: ઈઝરાયેલે (Israel) શુક્રવારે ગાઝામાં (Gaza) અનેક હવાઈ હુમલા (Airstrike) કર્યા હતા. જેમાં ગાઝાનો મુખ્ય આતંકવાદી (Terrorist) સહિત 15થી વધુ લોકો માર્યા ગયા હતા. ઈઝરાયેલે કહ્યું કે તેણે જેહાદ વિરુદ્ધ હુમલો કર્યો. જેમાં પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથનો ટોચનો કમાન્ડર માર્યો ગયો હતો. ઇઝરાયેલમાંથી કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી. જો કે હમાસ દ્વારા ઈઝરાયેલને ધમકી મળી હતી કે ઈઝરાયેેલે ગુનો કર્યો છે જેની તેને સજા મળશે.

ઇસ્લામિક આંદોલન હમાસ દ્વારા સંચાલિત પ્રદેશના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ગાઝામાં માર્યા ગયેલા લોકોમાં એક બાળકનો સમાવેશ થાય છે. હમાસે 2007માં ગાઝા પર કબજો કર્યા બાદ ઈઝરાયેલ સાથે ચાર યુદ્ધ લડી ચુક્યું છે. ઇઝરાયેલના વડા પ્રધાન યાયર લેપિડે જણાવ્યું હતું કે આ હુમલાઓ “તાત્કાલિક ખતરા સામે આતંકવાદ વિરોધી ઓપરેશન” હતું. હુમલાના પ્રથમ રાઉન્ડ પછી ગાઝા સિટીમાં એક બિલ્ડિંગમાંથી જ્વાળાઓ ફાટી નીકળી હતી, ઘાયલ લોકોને પેલેસ્ટિનિયના ડોકટરોએ બહાર કાઢયા હતા.

ગાઝાના આરોગ્ય મંત્રાલયે અહેવાલ આપ્યો છે કે “ઇઝરાયેલના હુમલામાં માર્યા ગયેલા નવ લોકોમાં એક પાંચ વર્ષની બાળકીનો પણ સમાવેશ થાય છે. મંત્રાલયે જણાવ્યું હતું કે 55 પેલેસ્ટિનિયન ઘાયલ થયા છે. ઇઝરાયેલના સૈન્ય પ્રવક્તા રિચર્ડ હેચટે ગાઝામાં પેલેસ્ટિનિયન લડવૈયાઓ વિશે જણાવ્યું હતું કે ” આ ઓપરેશનમાં લગભગ 15 લોકો માર્યા ગયા હતા.”

યુએસ એમ્બેસેડર ટોમ નાઇડ્સે કહ્યું કે વોશિંગ્ટન પણ માને છે કે ઇઝરાયેલને પોતાનો બચાવ કરવાનો અધિકાર છે. ગાઝા શહેરના રહેવાસી અબ્દુલ્લા અલ-અરાયશીએ જણાવ્યું હતું કે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે.  ધીમે ધીમે દેશ બરબાદ થઈ ગયો છે, અમે ઘણાં યુદ્ધો લડ્યા છે. અમારી પેઢીએ તેનું ભવિષ્ય ગુમાવ્યું છે,” ગાઝા પર રાજ કરનાર આંતકવાદી સમૂહ હમાસે કહ્યું કે ઈઝરાયેલે ભૂલ કરી છે અને તેને સજા ભોગવવી પડશે.

ઇઝરાયેલે દેશમાં “વિશેષ પરિસ્થિતિ” પણ જાહેર કરી છે જ્યાં સરહદના 80 કિલોમીટરની અંદરની તમામ શાળાઓ બંધ કરી દેવામાં આવી છે અને અન્ય લોકોની પ્રવૃત્તિઓ બંધ કરી દેવામાં આવી છે. ઇઝરાયેલે આ સપ્તાહની શરૂઆતમાં ગાઝાની આસપાસના રસ્તાઓ બંધ કરી દીધા હતા અને સોમવારે કબજા હેઠળના પશ્ચિમ કાંઠે હમાસના એક વરિષ્ઠ સભ્યની ધરપકડ બાદ હુમલાની અપેક્ષાએ સરહદ પર વધારાના સૈનિકો મોકલ્યા હતા.

15 વર્ષમાં ચાર યુદ્ધ
ઈઝરાયેલ અને પેલેસ્ટાઈનના હમાસ વચ્ચે 15 વર્ષમાં ચાર યુદ્ધો અને ઘણી નાની અથડામણ થઈ છે. તાજેતરના સમયમાં સૌથી ભીષણ યુદ્ધ મે 2021માં થયું હતું અને તેની આશંકા આ વર્ષની શરૂઆતમાં પણ વધી હતી. હમાસના પ્રવક્તા ફૌઝી બારહોલ્મે કહ્યું, “ગાઝા વિરુદ્ધ ઉશ્કેરણી શરૂ કરનારા ઈઝરાયેલના દુશ્મનોએ નવો ગુનો કર્યો છે, જેની તેઓ કિંમત ચૂકવશે.” “અમે લડાઈ શરૂ કરી રહ્યા છીએ અને પેલેસ્ટિનિયન પ્રતિકારને આ આક્રમણ સામે એકજુટ થઈને ઊભા રહેવું પડશે.”

Most Popular

To Top