National

ભારતમાં ઘુસણખોરી કરીને 1300 સિમ કાર્ડ ચીન મોકલાયા,નાણાકીય છેતરપિંડીની આશંકા

ભારત અને ચીનનો ( china) સીમા વિવાદ ( border problem) વક્રતો જ જાય છે,ચીન લાંબા સમયથી ભારતની સીમમાં ઘુસણખોરી ( infiltrating) કરી રહ્યું છે જેના જવાબમાં ભારત સતત કડક પગલાં લે છે ત્યારે વધુ એક નવો ખુલાસો સામે આવ્યો છે .હવે બાંગ્લાદેશ બોર્ડર ( bangladesh border) પરથી ભારતમાં ઘૂસણખોરી કરી દાખલ થનાર ચીની જાસૂસ સાથે કડક પૂછપરછમાં ખુલાસો કર્યો છે કે તે ગત બે વર્ષમાં લગભગ 1300 ભારતીય સિમકાર્ડ સ્મગલિંગ કરીને ચીન લઇ ગયા છે. બીએસએફ ( bsf) અને ગુપ્તચર એજન્સીઓની પૂછપરછમાં ચીની જાસૂસ ( spy) હાન જુનવેએ આ વાતનો પણ ખુલાસો કર્યો કે ચીનમાં આ સિમકાર્ડ્સ ( simcard) વડે ભારતના મહત્વપૂર્ણ એકાઉન્ટ્સને હેક કરીને અને નાણાકીય છેતરપિંડીમાં ઉપયોગ કરવામાં આવતો હતો.

લગભગ 36 કલાકની આકરી પૂછપરછ બાદ બીએસએફએ ચીની જાસૂસ હાન જુનવેને પશ્વિમ બંગાળ પોલીસના ( west bangal police) હવાલે કરી દીધો છે. હવે આગળની પૂછપરછ કાનૂની કાર્યવાહી પશ્વિમ બંગાળ પોલીસ જ કરશે. આ બાબતે માલદા જિલ્લાના કાલિયાચક વિસ્તારના એક પોલીસમથકમાં તેના વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

બીએસએફના અનુસાર હાન જુનવેએ વર્ષ 2019માં ગુરૂગ્રામમાં પોતાના એક બિઝનેસ પાર્ટનર, સુન જિયાંગ સાથે સ્ટાર-સ્પ્રિંગ નામની એક મોટી હોટલ ખોલી હતી. પરંતુ આ બંને આ હોટલની આડમાં જાસૂસી અને ભોળા ભારતીયોના ખિસા ખંખેરવાનું કામ કરતા હતા. બીએસએફના અનુસાર, ડુપ્લીકેટ દસ્તાવેજોના આધારે આ બંને ભારતીય સિમકાર્ડ ખરીદતા હતા. ત્યારબાદ અંડરગ્રામેંટ્સમાં આ સિમકાર્ડ્સને સંતાડીને ચીન લઇ જતા હતા. ભરણી સીમમાં આવીને આવી ગેર કાયદે હરકતનો ખુલાસો થતાં એચએએલ પોલીસ અને સરકાર બંને ચિંતામાં પડી ગયા છે.

ચીનમાં આ સિમકાર્ડસનો ઉપયોગ એકાઉન્ટને હેક કરવા માટે ઉપયોગ કરવામાં આવતો હતો. જોકે બીએસએફએ આ વાતનો ખુલાસો કર્યો નથી કે આ કયા પ્રકારના ભારતીય એકાઉન્ટને હેક કરવાનું કામ હાન જુનવે અને સુન જિયાંગ કરતા હતા. અને આખરે આ હેકિંગ પાછળ કોણ છે અને શું હેતું છે.

પરંતુ બીએસએફ સાથે પૂછપરછમાં હાન જુનવેએ આ વાતને સ્વિકારી કે આ સિમકાર્ડનો ઉપયોગ નાણાંકીય છેતરપિંડી માટે પણ કરવામાં આવતો હતો. તે ભોળા ભારતીયની મની ટ્રાંજેક્શન મશીન વડે પૈસા ઉડાવી લેતા હતા. બીએસએફના અનુસાર થોડા સમય પહેલાં સુન જિયાંગને યૂપી પોલીસની એંટી-ટેરરિસ્ટ સ્કોર્ડ (એટીએસ)એ ડુપ્લિકેટ રીતે સિમકાર્ડ ખરીદવાના આરોપમાં ધરપકડ કરી હતી.

આ મામલે હાન જુનવે અને તેની પત્ની પણ સહ આરોપી છે. હાનના વિરૂદ્ધ તો બ્લૂ કોર્નર નોટિસ પણ જાહેર કરવાની પ્રક્રિયા પણ શરૂ થઇ ચૂકી હતી. પરંતુ તે પહેલાં ગેરકાનૂની રીતે બાંગ્લાદેશ બોર્ડૅર દ્વારા ભારત દાખલ થતાં બીએસએફએ હાનને માલદા જિલ્લાના સુલ્તાનપુર બીઓપી એટલી ચોકી નજીકથી દબોચી લીધો હતો.

પૂછપરછમાં હાને જણાવ્યું કે તે પહેલીવાર વર્ષ 2010માં હૈદ્રાબાદ આવ્યો હતો. વર્ષ 2019 બાદ ત્રણ વાર દિલ્હી-ગુરૂગ્રામ આવી ચૂક્યો છે. ચારેય વાર તે બિઝનેસના મુદ્દે ભારતીય વિઝા લઇને આવ્યો હતો. તેનો હાલનો પાસપોર્ટ ચીનના હુબઇ પ્રાંતથી આ વર્ષે એટલે કે જાન્યુઆરી 2021થી ઇશ્યૂ થયો હતો. તેના પાસપોર્ટ પર બાંગ્લાદેશના વિઝા છે.

Most Popular

To Top