SURAT

સુરત એરપોર્ટના રન વે વિસ્તારમાં વરસાદી પાણી ના ભરાય તે માટે તંત્રએ કરી આવી વ્યવસ્થા

surat : ગત વર્ષે જુલાઇ માસમાં સ્પાઇસજેટ ( spicejet airlines ) એરલાઇન્સની ભોપાલ સુરતની ફ્લાઇટ ( flight) ભારે વરસાદ દરમિયાન સુરત એરપોર્ટના રન-વે ( surat airport run way) પર પાણીના ભરાવાને લીધે સ્લીપ થઇને રનવેની બહાર જતી રહી હતી. આ ઘટનાથી સબક લઇ એરપોર્ટ ઓથોરિટીએ ચોમાસા પહેલા પ્રિ-મોન્સુન કામગીરી પૂર્ણ કરી છે.

એરપોર્ટ ઓથોરિટીના સુત્રોના જણાવ્યા મુજબ ભારે વરસાદમાં એરપોર્ટમાં રન-વે ઓપરેશનલ એરિયામાં પાણી નહીં ભરાય તે માટે પંપ મુકવામાં આવ્યા છે. ચોમાસામાં ધોધમાર વરસાદમાં સુરત એરપોર્ટના રનવેની સાથે ઓપરેશન એરિયામાં પાણી ભરાઈ જતું હોય છે. આમ, આ સ્થિતિથી રનવે પર લેન્ડ થતી ફ્લાઇટમાં ઓચિંતી સ્લીપ થવાનો ડર પાયલોટને રહેતો હોય છે. તેથી આ વખતે ઓપરેશનલ એરિયામાં પાણી નહીં ભરાય તે માટે ડીજીસેટ- પંપ મૂકાયો છે. એટલું જ નહીં, રનવે માર્કિંગ, ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ (આઇએલએસ) સહિતના ઇન્સ્ટ્રુમેન્ટની સાથે રેસા એટલે કે રનવે સેફ્ટિ એરિયાનું પણ મેઈન્ટેનન્સનું કામ કરવામાં આવ્યું છે.

ગત જૂલાઇમાં 47 પેસેન્જરોને લઇ ભોપાલથી સુરત આવેલી ફ્લાઇટ વરસાદી પાણીના ભરાવાને લીધે રનવેથી સ્લીપ થઇ 400 મીટર દૂર રેસા એરિયા સુધી પહોંચી ગઇ હતી. સદનસીબે પાયલટની સમય સુચકતાથી 47 પેસેન્જરોનો જીવ બચ્યો હતો. ચોમાસામાં રનવે નીચેથી પસાર થતાં ગરનાળામાંથી ઓપરેશનલ એરિયામાં પાણી આવે છે. જેને કારણે પાણી ભરાઈ જતું હોય છે અને તે છેક રનવે સુધી આવીને ભરાય છે. તેથી આ સ્થિતિ નિવારવા રન-વે પર ઓપરેશનલ એરિયામાં પાણી કાઢવા માટે પંપ મુકવામાં આવ્યો છે.

Most Popular

To Top