Business

અંડર અને પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી લેનારા 27,311માંથી 20,780 વિદ્યાર્થીઓ કંઈ જ કરતા નથી

સુરત : રાજયના આથિર્ક પાટનગર (Economic capital) સમા અને ડાયમંડ (Diamond) તેમજ ટેક્ષટાઇલ (Textile) સીટીનું બિરૂદ મેળવનારા સુરત શહેરના માથે શિક્ષત બેરોજગારોનો ધબ્ભો લાગ્યો છે. ઝડપથી વિકાસ કરી રહેલા સુરત શહેરમાં ઉચ્ચ શિક્ષિત વર્ગમાં મોટાપાયે બેકારી ડોકાઇ રહી છે. તાજેતરમાં જ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં (VNSGU) 53મો ખાસ પદવીદાન સમારંભ યોજાયો હતો. જેમાં અંડર અને પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી લેનારા 27,311માંથી 20,780 વિદ્યાર્થીઓ કંઈ જ કરતા નથી એટલે કે 76.09% બેરોજગાર હોવાનું પ્રતિત થાય છે.

યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓ પાસે ઓનલાઇન તથા ઓફલાઇન ફોર્મ ભરાવ્યા
દર વર્ષની જેમ જ આ વર્ષે પણ અભ્યાસ પૂર્ણ કરનારા અંડર અને પોસ્ટ ગ્રેજ્યુએટના વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવા માટે યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓ પાસે ઓનલાઇન તથા ઓફલાઇન ફોર્મ ભરાવ્યા હતા. આ ફોર્મમાં યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને પુછ્યું હતું કે, હાલમાં શું કરી રહ્યા છે? દરમિયાન પદવી મેળવવા માટે ફોર્મ ભરનારા 20,780માંથી 5,228 વિદ્યાર્થીઓએ હાલમાં હાયર એજ્યુકેશન લઇ રહ્યા હોવાનું જણાવ્યું હતું. જ્યારે 1,303 વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે અમારી પાસે રોજગાર હોવાનું જણાવ્યું હતું અને 20,780 વિદ્યાર્થીઓએ કંઈ જ નહીં કરતા હોવાનું જણાવ્યું હતું. રોજગાર ધરાવનારા 1,303માંથી 790 વિદ્યાર્થીઓ નોકરી કરી રહ્યા છે તો 273 ફેમિલિ બિઝનેસમાં અને 240 વિદ્યાર્થીઓ સેલ્ફ એમ્પ્લોય છે.

વિદ્યાર્થીઓને જોબ મળે તે માટે યુનિવર્સિટીએ શું કર્યું
વિદ્યાર્થીઓને જોબ મળે તે માટે યુનિવર્સિટીએ શું કર્યું છે તેની ઉપર એક નજર કરીયે તો, માર્કેટની જોબોને જોતા 165 સર્ટિફિકેટ-ડિપ્લોમા કોર્ષો શરૂ કર્યાછે. જયારે IAS, IPS, UPSE, GPSE, CDS જેવી ગર્વમેન્ટ જોબની કોમ્પિટિટિવ એક્ઝામના ક્લાસ શરૂ કર્યા UG-PGના વિદ્યાર્થીઓને યુનિવર્સિટીની એમ્પ્લોયમેન્ટ ઓફિસમાં નામ અને અનુબંધમ પોર્ટલ નોંધાવવા ફરજ પડાઇ છે.યુનિવર્સિટીના પ્લેસમેન્ટ સેલે કોર્પોરેટ કંપનીનો સંપર્ક કરીને જે તે ડિપાર્ટમેન્ટોના વિદ્યાર્થીઓને જોબ અપાવવી.શોધ જેવા કાર્યક્રમથી ખાનગી કંપનીમાં વિદ્યાર્થીઓને ઇન્ટર્નશિપ કરાવી રોજગારી અપાવવી અને વિદ્યાર્થીઓને આત્મનિર્ભર બનાવવા માટે એસએસઆઇપી યોજના અમલમાં મૂકીને સ્ટાર્ટઅપ-ઇનોવેશન પર ભાર અપાયું છે.

Most Popular

To Top