Madhya Gujarat

નવરાત્રી ઉત્સવમાં યુવાઓમાં ટેટુનો વધતો ક્રેઝ

વડોદરા: નવરાત્રી પર્વ શરૂ થઈ રહ્યો છે ત્યારે યુવા હૈયાઓમાં શરીર ઉપર ટેટુ બનાવવાનો અલગ ક્રેઝ જોવા મળી રહ્યો છે છેલ્લા કેટલાક વર્ષોમાં આ ટેટુ નો ક્રેઝ એ હદ સુધી વધ્યો છે કે યુવાઓ નવરાત્રી આવવાના કેટલાય દિવસો પહેલા શરીર ઉપર ટેટુ ચિત્ર આવતા હોય છે કેટલાક લોકો કાયમી ટેટુ લગાવે છે તો કેટલાક હંગામી ટેટુ લગાવી રોજે રોજ નવો લુક મળે તેના ક્રેઝમાં રહે છે ગુજરાતી એટલે નવરાત્રી પ્રિય જનતા કોઈપણ પ્રસંગ હોય ગુજરાતીઓ ગરબે ઘૂમવાનું નથી છોડતા નવરાત્રી નો ક્રેઝ આખું વર્ષ રહેતો હોય છે ગુજરાતીઓ આખું વર્ષ નવલા નોરતાની રાહ જુએ છે ત્યારે હાલમાં નવરાત્રી શરૂ થવા જઈ રહી છે ત્યારે યુવાઓમાં થનગનાટ જોવા મળી રહ્યું છે સારા ડ્રેસીસ સાથે શરીર ઉપર ટેટુ ચિત્રાવવાનું પણ યુવાનો ભુલતા નથી હાલમાં નવરાત્રી દરમિયાન યુવાઓ શરીર ઉપર ટેટુ ચિત્રાવી પોતાની ફેશનમાં વધારો કરી રહ્યા છે.

આ વર્ષે હંગામી ટેટુની બોલબાલા
નવરાત્રી આવતાની સાથે જ મારી પાસે લોકો ટેટુ પડાવવા માટે આવે છે. આ વર્ષને નવરાત્રી કંઈક ખાસ છે કારણ કે કોરોનાના વર્ષો વીત્યા બાદ આ વર્ષે નવરાત્રીમાં વધુ ઉત્સાહ જોવા મળે છે ત્યારે આ વખતે યુવા હૈયાઓમાં હંગામી ટેટુ ની ભારે બોલબાલા જોવા મળે છે કેટલાક લોકો ટીપ્સ પણ લઈ જાય છે કે ઘરે આ હંગામી ટેટુ કેવી રીતે બનાવી શકાય ઘરના મેકઅપથી જ આવા ટેટુ બનાવી શકાય છે અને રોજેરોજ આકર્ષક દેખાઈ શકાય છે હાલમાં માતાજીના ગરબા માતાજીની આંખો ત્રિશૂળ સહિતના ટેટુનો ભારે ક્રેઝ જોવા મળે છે.
યતીન સ્વામી, ટેટુ કલાકાર

યુવાઓએ ગરબા વિથ ડંબેલ્સ કરી મઝા માણી ફિટનેસ સેન્ટરમાં પણ યુવાઓ ગરબે ઘૂમી પરસેવો પાડે છે
વડોદરા વાસીઓ હાલ નવરાત્રીને લઈને ખુબ ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે. નવલા નોરતામાં ગરબે ગુમવા માટે રોમાંચિત થયું છે ત્યારે હાલમાં વિવિધ ફિટનેસ સેન્ટરોમાં પણ ગરબા સાથે પરસેવો પાડવામાં આવી રહ્યો છે કેટલાક યુવાનો ગરબા વિથ ડંબેલ્સ કરી રહ્યા છે અને પોતાના શરીરને ફીટ રાખવાનો પ્રયાસ કરી રહ્યા છો ગુજરાતીઓ માટે નવરાત્રી પર્વ એટલે અનેરો ઉત્સવ નવ દિવસ સુધી માતાજીની આરાધનામાં લોકો લીન બને છે અને યુવાનો મન મૂકીને ગરબે ઘૂમી રોમાંચ અનુભવે છે ત્યારે હાલમાં ગરબાનો એટલો બધો કેસ જોવા મળે છે કે સવારે જીમ કરવા જતા કેટલાક યુવાનો પણ ફિટનેસ સેન્ટરમાં ગરબે ઘૂમી રહ્યા છે હાથમાં ડંબેલ્સ લઈ તેઓ ગરબે ઘૂમે છે.

Most Popular

To Top