Gujarat

વર્લ્ડકપની મેચ પહેલા ભવ્ય એર- શો, મેચને કારણે અમદાવાદ વિમાની મથક ખાતે ભારે ઘસારો

અમદાવાદ: અમદાવાદમાં (Ahmedabad) ભારત (India) અને ઓસ્ટ્રેલિયા (Australia) વચ્ચે વર્લ્ડ કપની (Worldcup 2023) ફાઇનલ મેચ યોજાનાર છે. આ મેચને પગલે આવતીકાલે બપોરે 1.25 થી 2.10 વાગ્યા સુધી આકાશમાં એર- શોનુ આયોજન કરવામાં આવ્યું છે. જો કે મેચને કારણે અમદાવાદ વિમાની મથક ખાતે ભારે ઘસારો જોવા મળશે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વર્લ્ડકપની મેચ શરૂ થાય તે પહેલા બપોરે 1.25 થી 2.10 વાગ્યા સુધી સ્ટેડિયમ વિસ્તારમાં ભવ્ય એર-શો યોજાશે. આ એર-શો માટે છેલ્લા ચાર દિવસથી રિહર્સલની કામગીરી ચાલી રહી છે. આવતીકાલે બપોરે એર-શોને કારણે એરસ્પેસને બંધ રાખવામાં આવ્યો છે. મેચને કારણે અમદાવાદ વિમાની મથક ખાતે ભારે ઘસારો જોવા મળશે. જેને કારણે અમદાવાદ વિમાની મથક ખાતે આવનાર ખાનગી ચાર્ટર પ્લેનને વડોદરા, સુરત, રાજકોટના એરપોર્ટ ઉપર પાર્કિંગ આપવામાં આવશે.

ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના આ મહાજંગને નિહાળવા મોટી સંખ્યામાં લોકો અમદાવાદના સ્ટેડિયમ ખાતે ઊમટે એવી સ્થિતિ જોવા મળી રહી છે. તેમજ આ મહા-મુકાબલાના સાક્ષી બનવા અનેક VVIP પણ હાજર રહેશે. એટલું જ નહિ તેમાંના મોટા ભાગના સેલિબ્રિટીઝ ચાર્ટર્ડ પ્લેનમાં અમદાવાદ આવશે.

અમદાવાદમાં 19મી નવેમ્બરના રોજ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડકપની ફાઇનલ મેચ રમનાર છે, ત્યારે ક્રિકેટરસીકોને સ્ટેડિયમ સુધી જવા આવવા માટે સરળતા રહે તે માટે અમદાવાદ મેટ્રો ટ્રેન મોડી રાતના 1 વાગ્યા સુધી દોડશે. અમદાવાદમાં યોજાનારી વર્લ્ડકપની ફાઇનલ મેચને ધ્યાનમાં રાખીને મેટ્રો રેલ દ્વારા ટ્રેનના સમયને લંબાવવામાં આવ્યો છે. મેટ્રો ટ્રેન સવારે 6.20 થી લઈ રાત્રે 10.00 વાગ્યા સુધી ચાલતી હોય છે, પરંતુ મેચના દિવસે મેટ્રો ટ્રેન રાત્રે 1.00 વાગ્યા સુધી ચાલશે. મેટ્રો રેલ ટ્રેન વર્લ્ડ કપ ફાઇનલના દિવસે સવારે 6.20 થી શરૂ થઈ રાત્રે 1:00 વાગ્યા સુધી દોડશે. દર 12 મિનિટે લોકોને આ ટ્રેન મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

Most Popular

To Top