Charchapatra

વધતી જતી મોંઘવારી સરકાર માટે મુશ્કેલી સર્જશે?

દિનપ્રતિદિન સતત વધતી જતી મોંઘવારી ભારતીય જનતા પાર્ટીની સરકાર માટે ચોક્કસ મુશ્કેલી સર્જશે. સરકારે વિકાસ કર્યો છે જેની ના નથી. પરંતુ આ દિનપ્રતિદિન સતત થઇ રહેલો ભાવવધારો સામાન્ય તેમજ મધ્યમ વર્ગ માટે કમરતોડ સાબિત થયો છે. જે ભાવવધારો આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સામે પ્રજાની નારાજગી છતી થાય તો નવાઇ પામવા જેવું કશું નહીં રહે. કારણ કે, આજકાલ પ્રજા આવકજાવકના છેડા સરખા કરી શકતી નથી.
તલિયારા  – હિતેશ એલ. દેસાઇ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top