Charchapatra

મુસ્લિમ ધર્મ વિરુદ્ધ નફરત કેમ છે?

દેશની સૌથી મોટી પાર્ટી ભાજપે  જાણે મુસ્લિમો વિરુદ્ધ યુદ્ધ જાહેર કર્યું હોય, એવો માહોલ સર્જાઇ રહ્યો છે. દેશની પ્રજા પૈકી કોઈની સાથે આ રીતનો વ્યવહાર એ પોતે જ એક દેશદ્રોહી કૃત્ય છે એ આ પક્ષ અને તેનાં નેતાઓના સડી ગયેલા મગજમાં હજુ આવ્યું નથી. એક પુસ્તક The war Aainst the jews1933-1945 લેખક dawdiowics, ધી વોર અગેન્સ્ટ ધી જયુઝસ લે ડાવીડોવીકસ વાંચવા મળેલું, તેમાં યહુદીઓને નિશાન બનાવી દેશની તમામ સમસ્યાઓ માટેના કારણમાં ચિતરવામાં આવતા કારણ યહુદી જર્મનો કરતાં ઊંચી કક્ષાની પ્રજા હતી. સમયના નોબેલ પ્રાઈઝોના લીસ્ટ જુઓ તો જણાશે કે મોટા ભાગનાં સંશોધનો યહુદીઓએ કર્યાં હતાં અને મૂળ જર્મન વંશવાળા તો માત્ર સૈનિક બનીને યુનિફોર્મ પહેરી વટ મારનારા હતા.

યહુદીઓએ પૈસો બહુ બનાવ્યો પરંતુ સાથે સાથે જર્મનોની સેવા પણ કરી હતી. જર્મન નેતાઓને દેશની સમસ્યાઓના ઉકેલ માટે કોઇ માર્ગ જડતા ન હતા. તેમનામાં એટલી બુદ્ધશક્તિ જ ન હતી અને તેથી જનતાની આવકો વધારવા, નવા ઉદ્યોગો સ્થાપવા, નવી નવી ચીજવસ્તુઓ બનાવી વિદેશનાં બજારો સર કરી ઘર આંગણે બેકારી દૂર કરવાની તેમની કોઇ યોજના જ ન હતી. આવું ચીને તાજેતરમાં કર્યું. અને તે મેદાન મારી ગયું ને વિશ્વસત્તા બની ગયું, ખરા અર્થમાં ભાજપે આ નફરતનું વાતાવરણ હિંદુ જનતામાં શા કારણે પેદા કર્યું તેની તપાસ કરવા જેવી છે. પ્રથમ તો બંને ધર્મો (વાસ્તવમાં હિન્દુ નામનો કોઇ ધર્મ જ નથી) પોતાના અનુયાયીઓને કેવી સલાહ સૂચનો માર્ગદર્શન આપે છે તે સમજવું જરૂરી છે. ઇસ્લામના ધર્મશાસ્ત્ર કુરાનમાં મુસ્લિમ વ્યક્તિઓે વ્યક્તિગત તેમ જ સામાજિક રીતે કેવું આચરણ કરવું તેના સ્પષ્ટ આદેશો છે. દા.ત.વ્યક્તિગત તેમ જ સામાજિક રીતે કેવું આચરણ કરવું તેના સ્પષ્ટ આદેશો છે.

 દા.ત. વ્યક્તિગત આચરણમાં પ્રાર્થના ફરજિયાત છે. તેમાં શુક્રવારની પ્રાર્થના ફરજિયાત, 2. બચતના અઢી ટકા ગરીબ મુસ્લિમોમાં વહેંચવા 3. રોજા રાખવા 4. હજ પઢવા જવું સામાજિક આચરણ 1 પોતાના માતાપિતા અશકતો વગેરેની સાર સંભાળ રાખવી, 2 દરેક મુસ્લિમને પોતાનો સમકક્ષ ગણવો, કોઇની પ્રત્યે ઉચ્ચનીચનું વર્તન રાખવું નહીં. 3સગા પડોશી અને નિરાધારોની સાથે માનવતાભર્યો વ્યવહાર કરવો. 4કોઇએ ઉગ્ર સ્વભાવ રાખવો નહીં અને બડાઈ હાંકવી નહીં

5. અન્યોની સાથે વાતચીતમાં નમ્રતા ધીમે સ્વરે બોલવું તેમજ નાની વયનાં હોય, તેમને આપ તમે એવાં સંબોધનોથી બોલાવવાં 6. સત્ય બોલો. પ્રભુને સત્ય બોલનારા પસંદ છે. 7નાની વયના ઉતરતી કક્ષાના જેવા કે તાબેદાર, નોકરો જોડે માયાળુ વર્તન રાખવું. 8 જુઠું બોલવું નહીં 9, ન્યાયનો પક્ષ લેવો. કમજોરને મદદ કરવી 10. વર્તણૂકમાં વિવેક મર્યાદા પાળવી. આ આદેશોનો ભંગ કરશો તો હું કયામતને દિને તમને સખત સજા કરીશ. આવા કોઇ આદેશ ભંગ કરશો, તો હું કયામતને દિને તમને સખત સજા કરીશ. આવા કોઇ આદેશ હિંદુ શાસ્ત્રોમાં કયાંય છે? અનેક ભગવાનો અનેક યુદ્ધ શાસ્ત્રોમાં હિન્દુઓનો ભગવાન ખોવાઈ ગયો છે.
સુરત     – ભરત પંડયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top