Business

અંબાણીને મળ્યા મોટા ઇન્વેસ્ટર, આ કંપનીમાં મળ્યું 5000 કરોડનું ઈન્વેસ્ટમેન્ટ

નવી દિલ્હી: મુકેશ અંબાણીની(MukeshAmbani) એક બીજી કંપનીને 5000 કરોડ મળ્યા છે, રીલાયન્સ રિટેલ વેંચર્સ લિમિટેડ (RRVL)માં વિદેશના ઇન્વેસ્ટરે(Invester) 5000 કરોડનું ઈન્વેસ્ટમેન્ટ(Investment) કર્યું છે જેથી રીલાયન્સ રિટેલ વેંચર્સ લિમિટેડ (RRVL) ભારતની 4 (Indiasfourth) નંબરની સૌથી મોટી કંપની બની ગઈ છે. આ ઈન્વેસ્ટમેન્ટથી ભારતીયોને મોટા લાભો થશે જેમાં શેર માર્કેટ(Share Market) મહત્વની ભૂમિકા ભજવશે. તમને જણાવી દઈએ કે આ ઇન્વેસ્ટર KKR છે. જેમણે પહેલા પણ આ કંપનીમાં 2000 કરોડ ઇન્વેસ્ટ કર્યા હતા.

આબુધાબીની આ કંપનીએ રોકાણ કર્યું
આબુ ધાબી ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટી (ADIA)એ રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (RRVL) માં 0.59 ટકા હિસ્સો ખરીદવાની જાહેરાત કરી છે. આ ડીલ 4,966.80 કરોડ રૂપિયાની છે. આ માહિતી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL લિમિટેડ) દ્વારા એક્સચેન્જ ફાઇલિંગમાં શેર કરવામાં આવી છે. ડીલ અંગે કંપની દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ રોકાણ હેઠળ રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડની ઈક્વિટી વેલ્યુ વધીને 8.381 લાખ કરોડ(Crore) રૂપિયા થઈ ગઈ છે.

ઈક્વિટી વેલ્યુ અનુસાર RRVL ભારતની ટોપ-4 કંપનીઓમાં સામેલ
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, આ રોકાણ દ્વારા આબુધાબી ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટીને કંપનીમાં 0.59 ટકા હિસ્સો મળશે. આ મોટા રોકાણ બાદ રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ ઈક્વિટી વેલ્યુના સંદર્ભમાં દેશની ટોપ-4 કંપનીઓમાં સામેલ થઈ ગઈ છે. ADIAના સૂત્રોએ જણાવ્યું હતું કે રિલાયન્સ રિટેલે બજારમાં મોટા પ્રમાણમાં વૃદ્ધિ કરી છે. આ રોકાણ અમારી સંલગ્ન કંપનીઓને ટેકો આપવામાં મદદ કરશે છે. જેથી અમારી પ્રોફાઇલને વધુ સારી કરવામાં મદદ મળશે.

ઈશા અંબાણીએ ડીલ વિશે શું કહ્યું?
કંપનીના ડિરેક્ટર ઈશા અંબાણીએ ADIA દ્વારા થયેલ આ રોકાણ વિશે જણાવ્યું હતું કે, જો આપણે રિલાયન્સ રિટેલના વેલ્યુએશનની વાત કરીએ તો વર્ષ 2020 પછી છેલ્લા ત્રણ વર્ષમાં તે લગભગ બમણું થઈ ગયું છે. રીલાયન્સ રિટેલ લિમિટેડની દેશમાં લગભગ 27 કરોડ ગ્રાહકો સુધી પહોંચ છે. અમે RRVLમાં રોકાણકાર તરીકે ADIAને ટેકો આપવા અને તેમની સાથેના અમારા સંબંધોને મજબૂત કરવા માટે ઉત્સાહિત છીએ. વૈશ્વિક સ્તરે મૂલ્ય ઉભું કરવાના અને ભારતીય રિટેલ ક્ષેત્રમાં પરિવર્તન લાવવાના તેમના બહોળા અનુભવનો અમને ફાયદો થશે.

Most Popular

To Top