SURAT

સુરત: યુ ટ્યૂબ પર 45 હજાર ફોલોઅર્સ ધરાવતા યુવકે ફ્રેન્ડ રિકવેસ્ટ નહીં મોકલતા ચપ્પુથી હુમલો

સુરત(Surat) : યુ ટ્યુબ પર 45 હજાર ફોલોઅર્સ ધરાવતા યુવક ને ચપ્પુની અણી એ ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વીકારવા દબાણ કરતા બદમાશોએ ત્રણ જણાને જાહેરમાં ફટકારી એકને ચપ્પુના ઘા માર્યા હોવાનો બનાવ સામે આવ્યો છે.

ઇજાગ્રસ્ત રામપ્રકાશ દુબે ને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ લવાતા ઓપરેશનમાં લેવા પડયા હોવાનું જાણવા મળ્યું છે. સાળા ડેવિડે કહ્યું હતું કે સ્ક્રીપ્ટ પર ચર્ચા કરવા જ બનેવી સાથે ભેગા થયા હતા ત્યારે જ આકાશ અને તેના મિત્રો દારૂના નશામાં આવી ‘મુઝે ફોલો કયું નહીં કરતા હે, તેરે યુ ટ્યુબ પે ફોલોઅર્સ જ્યાદા હે તો મુજે ફોલો કર નહીંતર દેખ લેના’, બસ આટલું કહી મારા મારી પર ઉતરી પડ્યા હતા અને ચપ્પુ કાઢી હુમલો કરો દેતા બનેવી ને ઘા મારી ભાગી ગયા હતા. હાલ પાંડેસરા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

ડેવિડ મિશ્રા એ જણાવ્યું હતું કે ઘટના રાત્રીના 12:30 વાગ્યા પછી ની હતી. યુ ટ્યૂબ પર મુકવા માટે વીડિયોની સ્ક્રીપ્ટ લખી હતી. જેના પર ચર્ચા કરવા માટે બનેવી રામપ્રકાશ ઓમપ્રકાશ દૂબે, કુશાલ સાથે ભેગા થયા હતા. ચર્ચા ઘર બહાર જ ચાલી રહી હતી. એટલામાં આકાશ અને તેના મિત્રો બાઇક પર આવ્યા હતા.

દારૂના નશામાં દાદાગીરી કરી ‘મુઝે ફોલો કયું નહીં કરતા હે ડાલ દુંગા, તેરે 45 હજાર ફોલોઅર્સ હે તો ક્યા હુઆ, મુઝે રિક્વેસ્ટ ભેજ’ કહી ધમકાવવા લાગ્યા હતા. બસ આ સાંભળી ડરી જઈ હું એને રિકવેસ્ટ મોકલી જ રહ્યો હતો ને આકાશ અને તેના મિત્રો મને મારવા લાગ્યા હતા. બનેવી અને કુશાલ ને જાહેરમાં ફટકારતા ડર ના માર્યો રામપ્રકાશ ઘરમાં દોડી બુમાબુમ કરતા પરિવારના સભ્યો બહાર દોડી આવ્યા હતા. એટલે ત્રણેય હુમલાખોર મિત્રો ભાગી ગયા હતા.

વધુમાં જણાવ્યું હતું કે બસ પરિવાર સાથે આ બાબતે ચર્ચા કરી ઘરમાં જઇ રહ્યા હતા ત્યારે ત્રણેય જણા બાઇક પર પરત આવ્યા હતા અને હુમલો કરી દીધો હતો. એકના હાથમાં ચપ્પુ હતું અને બીજા બે જણા આડે હાથે ગમે તેમ મારતા હતા. પહેલા બનેવીને હાથ પર અને ત્યારબાદ પેટમાં ઉપરા છાપરી 4-5 ઘા મારી દેતા બુમાબુમ થઈ ગઈ હતી.

ફળિયાવાસીઓ દોડી આવે એ પહેલાં ત્રણેય ભાગી ગયા હતા. જમીન પર લોહી લુહાણ હાલતમાં પડેલા રામપ્રકાશ ને તાત્કાલિક સારવાર માટે સિવિલ લઈ આવ્યા હતા. ઓપરેશનમાં લેવા પડ્યા હતાં. રામપ્રકાશ રીક્ષા ચાલક છે. યુપીના રહેવાસી છે. સંયુક્ત પરિવાર સાથે રહે છે. હાલ આખું પરીવાર આઘાતમાં છે.

Most Popular

To Top