Charchapatra

ભેડાઘાટ

જબલપુરથી અંદાજે 25 કી.મી. દૂર છે ભેડાઘાટ, જયાં સામસામે અડીખમ ઊભેલા ગગનચુંબી આરસપારસના ખડકો વચમાં વહે નર્મદા નદી પર જે પર્યટકોને મુગ્ધ કરી દે. બોટ એના પ્રવાહમાં હાલકડોલક થતાં દોહિત્રીએ ચીસા-ચીસ કરી મૂકી અને શાંત પાડવા નાવિકોએ હિન્દીમાં કોમન્ટરી શરૂ કરી:- ‘નર્મદા ટેમ્પલ, દેખો ઉસકા પૂરાં સેમ્પલ કલ્પના સે સમજોગે, નહિ તો દેખેગા પથ્થર,  સમજ જાઓગે તો આર્ટ નહિ તો મોર્ડન આર્ટ હમ ઇસકો બોલતે હૈ ભેડાઘાટ… નદી પ્રવાસ ખેડતાં વિવિધ પોંઇટો, એના વહેણની ઉતાવળ-ઝડપ જોઈ શ્વાસ થંભી જાય પણ અમે નર્મદામય બની ગયાં હતાં. ધૂઆધારના પ્રવેશદ્વારે નૌકા પહોંચી, પૃથ્વી પર મેઘ ધનુષ્ય સંધ્યા સમયની પ્રકૃતિ સૂર્યકિરણો જુસ્સાદાર પાણી પ્રપાતમાં પ્રતિબિંબ સર્જતા જે જોતાં નજર ત્યાં હટે જ નહિ. કર્ણપ્રિય અવાજ, મારબલરોઝ, પ્રકૃતિ સૌંદર્યમાં અભિવૃદ્ધિ કરે. ત્યાંની વાછટ તમને જાગૃત કરે કે તમે પર્યટકો છો, પાછાં ફરવાનું છે મુઠ્ઠીમાં પકડાતી અનુભૂતિ આનંદ થાય. આપી સરી જાય ત્યારે વેદના સુદ્ધાં મૂંગી બની જાય. બોટ પાછી ફરતાં ત્રિમૂર્તિસિંહ, મોં ફાડી શિકાર શોધતો સિંહ, ટોચ પર શિવલિંગ, નર્મદાના સાન્નિધ્યમાં મારબલ રોકની ખીલીને દીપી ઊઠતી સૃષ્ટિ એટલે જ ભેડાઘાટ. પ્રવાસ આનંદ એ સૌથી ઉમદા અને સારું જીવનનું ટોનિક છે.
અડાજણ – કુમુદ બક્ષી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

ગતિનિયંત્રણ જરૂરી
ગુજરાતનાં મહાનગરોમાં મ્યુ. કોર્પોરેશન દ્વારા સીટીબસ ચલાવવામાં આવે છે. જેથી નાગરિકોને આવન-જાવન માટે સરળતા રહે. પરંતુ સીટી બસો ઉપર કોઇ ગતિ નિયંત્રણ હોતું નથી. સતત અકસ્માતનો ભય રહે છે. ‘માતેલા સાંઢ’ માફક દોડતી સીટી બસો ઘણાં નિર્દોષ લોકોને મોતના મુખમાં ધકેલી દે છે, અગર તો શરીરમાં કાયમી ધોરણે ખોટ રહે તેવી પરિસ્થિતિ સર્જાય છે. તો વળી સ્કુલની પીળી બસોને જાણે કે ‘પીળો પરવાનો’ હોય તે રીતે ચાલે છે, જેથી અંદર બેઠેલાં બાળકો વિદ્યાર્થીઓ સતત ભયમાં રહે છે અને રસ્તે  રાહદારીને અકસ્માત કરે છે. જે ટિકીટ ચેકીંગ થાય છે તેમ ગતિનિયંત્રણ ચેકીંગ થાય તો અકસ્માત અટકે. શું કોર્પોરેશનના કોર્પોરેટર કે પોલીસ ધ્યાન આપશે ખરા? બાબરાવાળા        – મુકુંદ જસાણી
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top