Sports

ફોર્મમાં હોવા છતાં ડી’કોકને દક્ષિણ આફ્રિકાની ટીમમાંથી પડતો મુકવામાં આવ્યો તે બ્લેક લાઈવ્સ મેટર શું છે? જાણો સમગ્ર હકીકત

ક્રિકેટ દક્ષિણ આફ્રિકાએ (CSA) મંગળવારે પોતાના ખેલાડીઓને બાકીની ટી-20 વિશ્વકપ મેચોમાં (T-20 World Cup) ‘બ્લેક લાઈવ્સ મેટર’ ચળવળના (Black Lives Matter) ટેકામાં ઘુટણિયે બેસવાના આદેશ આપ્યા હતા, જેને ન માનતા વેસ્ટ ઈન્ડીઝ સામેની મેચમાંથી ક્વીન્ટોન ડે કોકે (Quinton De Cock) પોતાનું નામ પાછુ ખેંચી લીધું હતું જેના પગલે આ બાબતે ટીમમાં આંતરિક તણાવ વધ્યો હતો.

એક આંચકાજનક પગલાંમાં વિકેટ-કીપર-બેટ્સમેન ડે કોકે મંગળવારે દુબઈમાં (Dubai) વેસ્ટ ઈન્ડીઝ (West Indies) સામેની મેચની પસંદગી માટેની યાદીમાંથી પોતાનું નામ પાછુ ખેંચ્યું હતું. સીએસએ દ્વારા અપાયેલા ઉપરોક્ત આદેશ બાદ તેણે આ નિર્ણય લીધો હતો. બોર્ડે કહ્યું હતું કે આગામી પગલાં લેતા પહેલાં તેઓ પ્રબંધન તરફથી અહેવાલની રાહ જોઈ રહ્યા છે.

‘ક્રિકેટ દક્ષિણ આફ્રિકાએ (South Africa) દક્ષિણ આફ્રિકન વિકેટકીપર ક્વીન્ટોન ડે કોક દ્વારા મંગળવારે વેસ્ટ ઈન્ડીઝ સામેની મેચ પહેલાં ‘ઘુટણિયે ન બેસવાના’ નિર્ણયની નોંધ લીધી છે, એમ સીએસએ દ્વારા એક નિવેદનમાં કહેવાયું હતું. ડે કોકે અગાઉ પણ આ રીતે બેસવાથી ઈન્કાર કર્યો હતો અને કહ્યું હતું ‘આ પ્રત્યેકનો નિર્ણય છે, કોઈને પણ કંઈ પણ કરવા દબાણ કરી ન શકો.’

દરમિયાન દેશના ક્રિકેટ બોર્ડે ખેલાડીઓને આદેશનું પાલન કરવા કહ્યું હતું. ક્રિકેટ બોર્ડે કહ્યું હતું ‘ સીએસએ બોર્ડના સોમવારના આદેશને અનુસરતા સમસ્ત ખેલાડીઓએ જાતિવાદ વિરૂદ્ધ સંયુક્ત અને સતત વલણને દર્શવાતા એક લાઈનમાં ‘ઘુટણિયે બેસવાનું’ છે. તેણે વધુમાં કહ્યું હતુ, ‘ખેલાડીઓની પસંદની સ્વતંત્રતા સહિત સમસ્ત મુદ્દાઓને ધ્યાનમાં રાખતા બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે ટીમે જાતિવાદ વિરૂદ્ધ વલણ લેવું ફરજિયાત છે, ખાસ કરીને દક્ષિણ આફ્રિકાના ઈતિહાસને ધ્યાનમાં રાખતા.

શું છે બ્લેક લાઈવ્સ મેટર મૂવમેન્ટ?

અમેરિકામાં જ્યોર્જ ફ્લોઈડ એક શ્વેત પોલીસકર્મીના હાથે માર્યો ગયો હતો. એ બાદ વિશ્વભરમાં બ્લેક લાઈવ્સ મેટર મૂવમેન્ટ ચાલી રહી છે. આ મુદ્દે પણ સાઉથ આફ્રિકા બે ભાગમાં વહેંચાયેલું જોવા મળ્યું. આ ટ્રેન્ડ ત્યાંની ટીમમાં જોવા મળી રહ્યો છે. કેટલાક ખેલાડી મેચ પહેલાં ઘૂંટણ પર બેસીને આ મૂવમેન્ટને સપોર્ટ આપી રહ્યા છે. તો કેટલાક ખેલાડી (મોટા ભાગે શ્વેત) ઘૂંટણ પર બેસવાનો ઈનકાર કરી રહ્યા છે.

ભારત અને પાકિસ્તાનની ટીમ બ્લેક લાઈવ્સ મેટર મૂવમેન્ટને સપોર્ટ કરી ચૂકી છે.

ભારત-પાકિસ્તાનની મેચ પહેલાં બંને ટીમોએ બ્લેક લાઈવ્સ મેટર્સને સપોર્ટ કર્યો હતો. ભારતીય ટીમ ગોઠણ પર બેસીને ઝૂક્યા હતા અને પાકિસ્તાની ખેલાડીઓએ હૃદય પર હાથ રાખ્યો હતો. આવો નઝારો આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાની મેચ પહેલાં પણ જોવા મળ્યો હતો. ત્યારે મોટી વાત એ જોવા મળી કે જ્યારે આખી ટીમ ગોઠણ પર બેઠી તો કીપર ડિકોક કમર પર હાથ રાખીને ઊભો હતો. તેણે કોઈ પ્રતિક્રિયા પણ જાહેર કરી ન હતી.

દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ મેનેજમેન્ટનો ફાક ડુ પ્લેસિસે પણ વિરોધ કર્યો

સાઉથ આફ્રિકા બોર્ડના પ્રયાસ હોય છે કે પ્લેઈંગ-11માં સામેલ 11 ખેલાડીમાંથી ઓછામાં ઓછા 5 અશ્વેત ખેલાડીને જરૂરથી સામેલ કરવામાં આવે. ત્યાંના અનેક શ્વેત ખેલાડી અને રાજનેતા આ પગલાનો વિરોધ કરી રહ્યાં છે. ફાફ ડુપ્લેસિસે પણ મુદ્દાને લઈને પોતાને વર્લ્ડ કપમાંથી દૂર કરી લીધો છે.

ICCએ રંગભેદની નીતિઓ અપનાવનાર સાઉથ આફ્રિકા પર 22 વર્ષનો પ્રતિબંધ લાગ્યો હતો, જે 1991માં સમાપ્ત થયો હતો

સાઉથ આફ્રિકામાં રંગભેદ લાંબા સમય સુધી સરકારી પોલિસીનો ભાગ રહ્યો છે. દેશમાં અશ્વેત લોકોની બહુમતી છે તેમ છતાં ત્યાંની સિસ્ટમમાં તેમને પૂરા અધિકારો નથી મળતા. સાઉથ આફ્રિકાની ટીમમાં કોઈ અશ્વેત ખેલાડીની પસંદગી થતી ન હતી. એટલું જ નહીં, જો કોઈ વિરોધી ટીમમાં એકપણ અશ્વેત ખેલાડી સામેલ થતો તો સાઉથ આફ્રિકા તેની સાથે રમતું ન હતું. ક્રિકેટમાં સાઉથ આફ્રિકાનો વનવાસ 1991માં સમાપ્ત થયો. એ બાદ ત્યાંની ટીમે ક્લાઈવ રાઈસની કેપ્ટનશિપમાં સૌથી પહેલા ભારત રમવા આવ્યા. ત્રણ વનડે મેચની સિરીઝમાં ભારતે તેમને 2-1થી હરાવ્યા હતા.

Most Popular

To Top