મોંઘવારી વધારો કયારે મળશે?

ગુજરાત સરકાર કેન્દ્રના ધોરણે મોંઘવારી વધારો વર્ષમાં બે વખત જુલાઇ અને જાન્યુઆરી માસમાં થાય છે. ગયા જુલાઇ માસમાં એની જાહેરાત ગુજરાત સરકારે કરી ન હતી. હમણા જાન્યુઆરી 21 માસ શરૂ થયો છે. કેન્દ્ર સરકાર જો એના કર્મચારીને મોંઘવારી વધારો આપે તો રાજય સરકારે પણ એની જાહેરાત કરવાની હોય છે તો રાજય સરકાર જુલાઇ માસનો મોંઘવારી વધારો કયારે જાહેર કરશે?

કેન્દ્ર સરકાર તેના કર્મચારીઓને રૂા.300થી વધારીને 1000 રૂા. મેડીકલ ભથ્થુ આપે છે ગુજરાત સરકાર હજી તેના કર્મચારીને 300 રૂા. જ આપે છે તો રાજય સરકાર તેના કર્મચારીઓને મેડીકલ ભથ્થુ કયારે વધારશે? આજે ખાનગી દવાખાનાવાળા ડોકટરો દરદી પાસેથી 500 રૂા. તો કેસ ફી તરીકે લે છે.

ફકત 300 રૂા.માં તો કેસ ફી પણ ન ભરાય. અત્યારે મોંઘવારીનો આંક કુદકે ને ભુસકે વધી રહયો છે. કાંદા જે ગરીબની કસ્તુરી કહેવાય તે પણ આજે ચાલીસ કે પચાસ રૂપિયે કિલો વેચાય છે. બટાકાનો ભાવ પણ વધુ છે. અન્ય શાકભાજી 50 થી 60 કે 70 થી 80 રૂપિયે કિલો વેચાય છે. આથી ગુજરાત સરકારે મોંઘવારી વધારો સત્વરે જાહેર કરવો જોઇએ. ગુજરાત સરકાર આ અંગે વિચારશે ખરી?

નવસારી           – મહેશ નાયક – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Related Posts